કેરળના પથનમથિટ્ટામાં 18 વર્ષની એક દલિત વિદ્યાર્થિનીની સાથે થયેલા ગૅંગરેપના મામલે દાખલ 30 એફઆઈઆર પૈકી 6માં પીડિતાએ જજ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ વચ્ચે ધરપકડ કરાયેલા આરોપીની સંખ્યા વધીને 45 પહોંચી છે.
આ મામલે કુલ 59 લોકોને આરોપી બનાવાયા છે. આ પહેલાં 64 આરોપી મનાતા હતા. જે પૈકી બે વ્યક્તિ ભારત બહાર છે અને એક વ્યક્તિ કેરળની બહાર છે.
જે લોકો પર આરોપો લાગ્યા છે તેમાં વિદ્યાર્થીનીના પાડોશી, તેમના પિતાના મિત્રો, સ્પૉર્ટ્સ કોચ અને અન્ય લોકો પણ સામેલ છે. તેમાંથી બે આરોપીઓ 17 વર્ષના છે. જ્યારે બાકીના આરોપીઓ 19થી 47 વર્ષની ઉંમરના છે.