Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

બે વિદ્યાર્થિનીઓને બસમાં ચડતી જોઈને કંડક્ટરે તરત જ લોક કરી દીધું, મુસાફરો અશ્લીલ હરકતો કરવા લાગ્યા, નિર્ભયા જેવી ઘટના બની હોત...

damoh Mp news
, મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025 (17:43 IST)
એમપીના દમોહમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે સગીર વિદ્યાર્થીનીઓએ ચાલતી બસમાંથી છલાંગ લગાવી દીધી હતી. હવે બંનેની સારવાર ચાલુ છે. આ ઘટના અંગે માહિતી સામે આવી છે કે તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં બંનેની છેડતી કરવામાં આવી હતી. કંડક્ટરે બસનો દરવાજો પણ બંધ કરી દીધો હતો. કંઇક ખોટું થાય તેવી દહેશતથી બંને યુવતીઓ બસમાંથી કૂદી પડી હતી.
 
નવમા ધોરણમાં અભ્યાસ કરતી બે છોકરીઓ સવારે શાળાએ જવા માટે બસમાં ચડી હતી. બસમાં તે બે સિવાય અન્ય 5 લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી બે લોકોએ યુવતીઓ પર ગંદી અશ્લીલ હરકતો કરવા લાગ્યા. આ દરમિયાન કંડક્ટરે બસનો પાછળનો દરવાજો પણ બંધ કરી દીધો હતો. આ જોઈને છોકરીઓ ડરી ગઈ અને ચાલતી બસમાંથી કૂદી પડી. બંને યુવતીઓને રોડ કિનારે પડેલી જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટના બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મધુબની રેલવે સ્ટેશન પર હંગામો, મહાકુંભમાં જઈ રહેલા મુસાફરોએ સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસના એસી કોચમાં તોડફોડ કરી.