Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં પોલીસ હોવાનું કહી વિધવાને માર મારી 50 હજારની દાગીના લૂંટી લીધા

અમદાવાદમાં પોલીસ હોવાનું કહી વિધવાને માર મારી 50 હજારની દાગીના લૂંટી લીધા
, સોમવાર, 4 જુલાઈ 2022 (13:21 IST)
અમરાવાઇવાડીમાં પોલીસ હોવાનું કહીને વિધવા મહિલાને રિક્ષામાંથી ઉતારીને ભર બપોરે માર માર્યો હતો અને ડરાવી ધમકાવીને મહિલાના રૃા. ૫૦ હજારના દાગીનાની લૂંટ ચલાવી હતી. એટલું જ નહી પોલીસ સ્ટેશને આવીને દાગીના લઇ જજો કહીને નકલી પોલીસવાળો ભાગી ગયો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે  અમરાઇવાડી વિસ્તારમાં બળીયાનગર પાસે ભાથીજીના ડેલા પાસે શીતલનગર લાઇન નં-૬માં રહેતા નંદુબહેન મણીલાલ પરમાર (ઉ.વ.૪૫) ગઇકાલે બપોરે  રામરાજ્યનગર પાસેથી  પોતાના ભાઇની દિકરી માટે કપડાં ખરીદીને પરત આવતા હતા અને રબારી કોલોની પાસેથી રિક્ષામાં બેઠા હતા. જ્યાં અમરાઇવાડી અર્બન હેલ્થ સેન્ટર પાસે  ઉતવા માટે રિક્ષા ઉભી રખાવી હતી તે સમયે પાછળથી બાઇક ઉપર આવેલા શખ્સે રિક્ષા ચાલને દમ મારીને કહ્યું કે ક્યારનો વોર્ન વગાડું  છું કેમ રિક્ષા ઉભી રાખતો નથી.હું પોલીસ વાળો છું તારી રિક્ષામાં બેઠેલી મહિલાને ઉતરવા દેતા નહી આગળ રિક્ષા લઇ લે તેમ કહીને રિક્ષા ન્યું કોટન એપર્લ પાર્ક પાસે રિક્ષા ઉભી રખાવી હતી અને રિક્ષા ચાલકને કહ્યું તું દૂર ઉભો રહે મારે મહિલા સાથે વાતચીત કરવી છે તેમ કહીને મહિલાને બાજુમાં લઇ જઇને કહ્યું હું પોલીસ વાળો  છું, તમારા કાનમાં પહેરેલી બુટ્ટી કાઢીને આપી દો મારે ચેક કરવી છે તેમ કહેતા મહિલાએ દાગીના આપવાની ના પાડી હતી જેથી આરોપીએ મહિલાને બે લાફા માર્યા હતા અને ડરાવીને રૃા. ૫૦ હજારના દાગીના લૂંટી લીધા હતા, બાદમાં પોલીસ સ્ટેશન આવીને દાગીના લઇ જજો કહીને  રિક્ષામાં બેસાડીને મહિલાને પોલીસ સ્ટેશને જવાનું કહીને આરોપી નાસી ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amaravati Murder Case: ઉમેશ કોલ્હાની શ્રદ્ધાંજલિ સભાને લઈને પ્રશાસન એલર્ટ, ઉમેશ કોલ્હાની શ્રદ્ધાંજલિ સભાને લઈને પ્રશાસન એલર્ટ, પોલીસે કર્યો ફ્લેગમાર્ચ