Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bihar News: બિહારના એક ગામમાં ચોકલેટ ચોરી કરવાના આરોપમાં પાંચ બાળકોને નિર્વસ્ત્ર કરી ફેરવ્યા

sitamarhi-general
સીતામઢી. , શનિવાર, 7 જૂન 2025 (16:37 IST)
બિહારના એક ગામથી ખૂબ જ હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. અહી એક નાનકડી વાત પર પાંચ બાળકોને નિર્વસ્ત્ર કરીને ફેરવ્યા. પીટીઆઈ મુજબ સીતામઢીના મલ્લાહી ગામમાં પાંચ બાળકોને નિર્વસ્ત્ર કરીને એકબીજા સાથે દોરડીથી બાંધીને સજાના રૂપમાં સાર્વજનિક રૂપે બજારમાં ફેરવવામાં આવ્યા.   
 
ઘટનાનો વીડિયો થયો વાયરલ 
 જ્યારે લોકોનુ આટલાથી મન ન ભરાયુ તો તેમને ચપ્પલોની માળા પહેરાવી. તેમનો અપરાધ હતો કે તેમણે દુકાનમાંથી ચોકલેટ ચોરી હતી. સીતામઢીના મલ્લાહી ગામમાં દ્કાનના માલિકે તેમને કેમરા પર પોતાના અને પોતાના પિતાનુ નામ બોલવા કહ્યુ. તેણે એક છોકરાના માથા પર હાથ મારતા કહ્યુ  અરે કેમરા તરફ જુઓ. આસપાસના લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા. 
 
તેણે હાથમાં લાકડી લઈને બાળકો તરફ ઈશારો કરીને કહ્યું કે તે બધા મારી દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગયા છે. વીડિયોમાં, છોકરાઓના ચહેરા શરમથી ભરેલા છે અને આસપાસ ઉભેલા લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે અને તેમને ચીડવી રહ્યા છે.
 
વીડિયો વાયરલ થયા પછી જ FIR દાખલ કરવામાં આવી
 
તેમાંથી એકે કહ્યું કે મેં હમણાં જ એક સ્નીકર લીધું હતું. આ પછી, છોકરાઓને બજારમાં પરેડ કરવામાં આવી, પરંતુ કોઈએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નહીં અને તેમના ફોનમાં ઘટના રેકોર્ડ કરી. વીડિયો વાયરલ થયા પછી જ પોલીસે આ કેસમાં FIR નોંધી.
 
પોલીસે દુકાનદાર અને અન્ય બે લોકોની ધરપકડ કરી
 
પોલીસે જણાવ્યું કે મલ્લહી ગામમાં પાંચ બાળકોને નગ્ન કરવામાં આવ્યા હતા, ચંપલનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને પરેડ કરાવવામાં આવી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. અમે તેની નોંધ લીધી છે અને FIR નોંધી છે. પોલીસે દુકાનદાર અને અન્ય બે લોકોની ધરપકડ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kolkata Crime News - 10 મા ઘોરણની વિદ્યાર્થીને 52 વર્ષના ગુલાબ શેખ સાથે થયો પ્રેમ, લગ્નની કરી જીત તો મળ્યુ મોત