Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP News: હાપુડમાં ત્રણ બાળઓની માતા દિયર સાથે ભાગી ગઈ, કેશ અને ઘરેણા પણ લઈ ગઈ

love affair
, સોમવાર, 28 એપ્રિલ 2025 (17:48 IST)
Extramarital Affair હાપુડના રામગઢી મોહલ્લામાં એક મહિલા પોતાના પતિ અને ત્રણ બાળકોને છોડીને પોતાના દિયર સાથે ભાગી ગઈ.  પતિ અર્જુને પોલીસમાં ફરિયાદ કરાવી છે. પોલીસે લાપતા નો કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.  મહિલા ઘરેથી 15 હજાર રૂપિયા અને કેટલાક ઘરેણા પણ લઈ ગઈ છે.  આ ઘટનાની આખા ક્ષેત્રમાં ચર્ચા થઈ રહી છે અને બાળકો પરેશાન છે.  
 
હાપુડ. શહેર ક્ષેત્રના મોહલ્લા રામગઢીથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. એક મહિલા પોતાના ત્રણ બાળકો અને પતિને છોડીને દિયર સાથે ફરાર થઈ ગઈ. પીડિત પતિએ કોતવાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધાર પર પોલીસે લાપતાનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.  
 
આખા ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની ઘટના 
માતાના જતા રહેવાથી ત્રણ બાળકોની રડી-રડીને હાલત ખરાબ છે. આ ઘટના આખા ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ મોહલ્લા રામગઢી નિવાસી અર્જુનના લગ્ન 2017માં ગ્રેટર નોએડાના એનટીપીસી ક્ષેત્રના ગામ જારચાની રહેનારી લક્ષ્મી સાથે થયા હતા.  
 
શુ કામ કરે છે પતિ ?
આ દંપતીના ત્રણ બાળકો છે જેમા બે પુત્રીઓ અને એક પુત્ર છે. અર્જુન ગાડીઓ પર પેટિંગનુ કામ કરી પોતાના પરિવારનુ ભરણ-પોષણ કરે છે. અર્જુને પોલીસને જણાવ્યુ કે તેની પત્ની લક્ષ્મી પડોશમાં રહેતા પિતરાઈ દિયર સાથે અચાનક ઘર છોડીને જતી રહી    
 
તેણે જણાવ્યુ કે પત્નીએ ઘરેથી 15 હજાર રૂપિયા રોકડ અને કેટલાક ઘરેણા પણ સાથે લઈ ગઈ છે. અર્જુને પોતાની પત્ની અને પિતરાઈ ભાઈની શોધ કરી પણ કોઈ પત્તો મળ્યો નહી. પત્ની સાથે ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી તો તેમા પણ નિષ્ફળ રહી. પોલીસ લાપતા નો કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Akshaya Tritiya 2025 : અખાત્રીજની શુભેચ્છા