Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં વાટીને પાવડર બનાવ્યો, પછી... : પોલીસ

આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં વાટીને પાવડર બનાવ્યો, પછી... : પોલીસ
નવી દિલ્હીઃ , મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (18:50 IST)
શ્રદ્ધા વોકર(Shraddha Walkar Murder)  મર્ડરમાં સનસનીખેજ ખુલાસા થવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વાલકરની હત્યાના ત્રણ મહિના બાદ તેનું માથું દાટી દીધું હતું. આ સાથે આરોપીઓએ શ્રધ્ધાના હાડકાને મિક્સરમાં પીસીને પાવડર બનાવીને તેને ઠેકાણે લગાવ્યા હતા. દિલ્હી પોલીસે 24 જાન્યુઆરીએ 6629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં હત્યા સાથે જોડાયેલા તમામ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
 
પોલીસ ચાર્જશીટ મુજબ, આફતાબે આરસ કાપવાના મિક્સર ગ્રાઇન્ડર વડે શ્રદ્ધાના કેટલાય હાડકાં પીસી નાખ્યા હતા અને પછી પાવડર બનાવીને ફેંકી દીધો હતો. સાથે જ તેણે મૃત શરીરને બાળીને અને  આંગળીઓને અલગ કરવા માટે સ્પાર્કસવાળી ટોર્ચનો ઉપયોગ કર્યો હતો.  સાથે જ તેણે હત્યાના 3 મહિના બાદ માથાનો ભાગ ફેંક્યો હતો. 
 
સાથે જ પોલીસે જણાવ્યું કે પોલીસ પૂછપરછ દરમિયાન આફતાબે શ્રદ્ધાની હત્યા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. એ પણ જણાવ્યું કે હત્યાનું કારણ નાની-નાની વાત પર ઝઘડો હતો. બંનેએ હત્યાના દિવસે 18 મે 2022ના રોજ મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ અચાનક આફતાબને ટિકિટ કેન્સલ થઈ ગઈ, ત્યારબાદ બંને વચ્ચે ખર્ચને લઈને ઝઘડો થયો. તે પછી આફતાબ શ્રદ્ધાની ઉપર બેસી ગયો અને તેનું ગળું દબાવી દીધું.
 
હત્યા કર્યા બાદ તેણે પહેલા લાશને મોટી કોથળીમાં નાખીને ફેંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તે એક મોટી બેગ પણ લાવ્યો હતો, પરંતુ પછી તેને લાગ્યું કે તે પકડાઈ શકે છે. એટલા માટે તેણે મૃતદેહના અલગ-અલગ ટુકડા કરવાનો પ્લાન બનાવ્યો.
 
ચાર્જશીટમાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ આફતાબની ઘણી છોકરીઓ સાથે મિત્રતા હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેની દિલ્હીથી દુબઈ સુધીની યુવતીઓ સાથે મિત્રતા હતી.
 
આફતાબે પોલીસને જણાવ્યું કે શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા બાદ તેને ફ્રિજમાં રાખ્યા અને બાદમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા. મૃતદેહના 20 થી ઓછા ટુકડાઓ મળી આવ્યા છે. તેણે શ્રદ્ધાના શરીરને કાપવા માટે કરવત, એક હથોડી અને 3 ચાકુનો ઉપયોગ કર્યો હતો. શ્રદ્ધાનું શરીર કાપતી વખતે આફતાબનો હાથમા પણ કટ વાગી ગયો હતો.  
 
હત્યા બાદ જ્યારે આફતાબની એક ગર્લફ્રેન્ડ ઘરે આવતી ત્યારે તે ફ્રિજમાંથી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કાઢી રસોડામાં મૂકી દેતો હતો અને બહાર જતાં જ તેને ફરીથી ફ્રિજમાં મૂકી દેતો હતો.
 
ગૂગલના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે શ્રદ્ધાનું એકાઉન્ટ 18 મેથી આફતાબના ફોન પરથી ચાલી રહ્યું હતું. 18 મેના રોજ ચાર્જશીટમાં દિલ્હી પોલીસે શ્રદ્ધા અને આફતાબના તમામ લોકેશન દર્શાવ્યા છે, જે દર્શાવે છે કે  શ્રદ્ધાની હત્યા બાદ તેનો ફોન આફતાબની પાસે હતો.
 
ચાર્જશીટ મુજબ, 18 મેની રાત્રે, આફતાબે પોતાના માટે ઝોમેટોથી ચિકન રોલ મંગાવ્યો હતો, કારણ કે તે જ દિવસે શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. હત્યા પછીના ત્રણ દિવસ સુધી આફતાબે પાણીની ઘણી બોટલો મંગાવી હતી.
 
ચાર્જશીટ રજૂ કરતી વખતે પોલીસે આ કેસના મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં હાજરી દરમિયાન આફતાબે પોતાનો વકીલ બદલવાની માંગ કરી હતી. આફતાબે કોર્ટમાં કહ્યું હતું કે ચાર્જશીટની કોપી તેના વકીલને બદલે તેને આપવામાં આવે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપર ખરીદાયા હશે તો નવા દર લાગુ થશે,