Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રતલામથી મુંબઈ જવા નીકળેલી મહિલાનું રોકડ અને સોનાના ઘરેણાં મળીને 4.38 લાખની મત્તા ભરેલું પર્સ ચોરીને ગઠિયો ફરાર

રતલામથી મુંબઈ જવા નીકળેલી મહિલાનું રોકડ અને સોનાના ઘરેણાં મળીને 4.38 લાખની મત્તા ભરેલું પર્સ ચોરીને ગઠિયો ફરાર
, મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (14:14 IST)
ગોધરાથી વડોદરા રેલવે સ્ટેશન પરના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ 
 
વડોદરા રેલવે સ્ટેશન પરથી મુંબઈ દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધિન મહિલાના પર્સ સહિત સોનાના ઘરેણાં, 3 મોબાઈલ અને રોકડ મળી રૂ. 4.38 લાખની મત્તા અજાણ્યો ગઠિયો ચોરીને નાસી છુટ્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
 
મહિલા પોતાનું પર્સ સીટ પાસે રાખી સુતા હતા
મુંબઈના સાંતાક્રુઝમાં રહેતા 52 વર્ષીય અનીલકુમાર શોભાગમલ પરિવાર સાથે 5 ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશના રતલામ સેન્ટ્રલ સ્ટેશનથી મુંબઈ દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં મહારાષ્ટ્ર મુંબઈના બાંદ્રા સ્ટેશન જવા નીકળ્યા હતા. ટ્રેનમાં રિઝર્વેશન કરીને જવા નીકળેલા અનિલભાઈ પોતાનો સામાન વ્યવસ્થિત મૂકીને રાત્રે સૂઇ ગયા હતા. જ્યારે તેમના પત્ની પોતાનું પર્સ સીટ પાસે રાખી સુઇ ગયા હતા.
 
પર્સ કોઇ ગઠિયો ચોરી કરીને ભાગી છુટ્યો
દરમિયાન મોડી રાત્રે ટ્રેન વડોદરાથી નીકળી હતી. ત્યારે નિંદ્રાધિન અનિલભાઈના પત્નીએ સીટ ઉપર રાખેલું પર્સ કોઇ ગઠિયો ચોરી કરીને ભાગી છુટ્યો હતો. મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ઊંઘમાંથી જાગેલા અનિલભાઈના પત્ની પોતાનું પર્સ ન જોતા ચોંકી ઉઠ્યા હતા. જેથી તેમને બનાવ અંગે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓએ પર્સમાં રોકડ રૂપિયા 12,000, 3 મોબાઈલ અને 2.25 લાખનો સોનાના ઘરના મળી કુલ રૂ.4,38,500ની મતા સહિત અન્ય જરૂરી ડોક્યુમેન્ટ હોવાનું જણાવ્યું હતું. 
 
પોલીસે CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી
રેલવે પોલીસે અનિલભાઈની ફરિયાદના આધારે પર્સ ચોરી જનાર અજાણ્યા ગઠિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે ગોધરાથી વડોદરા રેલવે સ્ટેશન ઉપરના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. નોંધનીય છે કે, રેલવે સ્ટેશનો પર આવતી મોડી રાતની ટ્રેનોમાંથી સામાનની ચોરીના બનાવો અવાર-નવાર બનતા હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનિયા ગાંધી ઝંડો ફરકાવી રહ્યા હતા પણ આવુ શું થયું કે ઝંડો ન ફરકાવી શક્યા સોનિયા ગાંધી