Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુસ્‍સાએ બનાવ્યો ધોનીને

ધોનીની કહાની રેણુકાની જુબાનીએ

જુસ્‍સાએ બનાવ્યો ધોનીને

વેબ દુનિયા

ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇંડિયાનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (માહી)એ નાનપણમાં એક સપનું જોયું હતું કે તેમણે દેશમાટે ક્રિકેટ રમવું છે. લક્ષ્‍ય પ્રતિ લગન, સમર્પણ અને પ્રતિબદ્ધતા દ્વારા માહીએ ફક્ત પોતાનું સ્વપ્ન પૂર્ણ નથી કર્યું તે આજે કરોડો ભારતીયોનો આંખનો તારો બન્યો છે.

રાંચીની નજીકનાં શ્યામલીમાં દયાનંદ એંગ્લો-વૈદિક જવાહર વિદ્યા મંદિર (ડીએવી)માં ધોનીનાં સહપાઠી રહેલા રેણુકા ટિકાડે કોચરે પોતાનાં શાળાનાં દિવસોને યાદ કરીને જણાવ્યું કે, ધોની સામાન્ય વિદ્યાર્થી હતો. શિક્ષાને કદી પણ ગંભીરતાથી લીધી ન હતી. ફક્ત પાસ થવા માટે તે અભ્યાસ પૂર્ણ કર્યો છે. ક્રિકેટ તરફ તેની સમર્પણ ભાવના પ્રશંસા પાત્ર હતી.

સાધારણ મધ્યમવર્ગથી સ્‍ટાર ક્રિકેટર બનેલા ધોની નાનપણથી હસમુખ, મિલનસાર અને નટખટ સ્‍વભાવનાં રહ્યાં છે. અભિમાન તો તેમને સ્‍પર્શ પણ કરી શક્યું નથી. પોતાનાં શિક્ષકોનું તેઓ સન્માન કરતા હતાં અને તેઓનો ગુસ્સો પણ હસતા-હસતા સાંભળતા હતા.

રમત પ્રતિ તેમનાં જુસ્‍સા વિશે રેણુકા જણાવે છે કે, 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હતી, સર્વ વિદ્યાર્થીઓ પૂરી રીતે અભ્યાસ કરતા હતાં. આ દરમિયાન એક પ્રશ્ન-પત્ર વચ્ચે બે-ચાર દિવસનું અંતર હતું. સંજોગો વસાત આ દરમિયાન ધોનીને એક મેચ પણ રમવાનો હતો. આ પરિસ્થિતિમાં પરીક્ષાની ચિંતા કર્યા વગર ધોનીએ પોતાનો મેચ રમ્યો. શિક્ષકો અને વિદ્યાર્થીના લાડીલા ધોની કદી પણ નાપાસ થયા ન હતાં.

દિકરાનાં લક્ષણો ઘોડીયામાં દેખાય આવે છે. માહીને પણ પોતાના લક્ષ્‍ય તરફ કદી અસમંજસ ન હતું. તે તેને મેળવવા સતત પ્રયત્નશીલ હતાં. આજ કારણે તેમનો વધુ સમય મેદાનમાં જતો હતો. ખરી રીતે તેનો ક્લાસ રૂમ ક્રિકેટનું મેદાન હતું અને શિક્ષક હતાં કોચ મિસ્‍ટર બેનર્જી. અન્ય શિક્ષકો તેને ઘણી વખત કહેતાં હતા કે રમત બરોબર છે, શિક્ષણ પ્રત્યે પણ ધ્યાન આપવું જોઇએ, પરંતુ ધોનીની મંઝીલ ટીમ ઇંન્ડીયા હતી. ધોનીને ખબર હતી કે તેણે ક્યાં અને કેવી રીતે પહોંચવાનું છે.

નેતૃત્વ શક્તિ તેમનામાં નાનપણથી જ હતી. તેમણે કદી પણ એકલા ચાલોની નીતિ પર વિશ્વાસ કર્યો નથી. સાથીઓને ખુશ રાખવા અને સર્વને સાથે લઇને ચાલવાનો ગુણ તેમને આજે અહીં લાવ્યો છે. છળ-કપટથી તેઓ કોશો દૂર રહ્યાં છે.

આત્મવિશ્વાસ, ચહેરાનું તેજ, મોહક સ્‍માઇલ, ખેલ ભાવના જેવા ગુણ તેના વ્યક્તિત્વનો હિસ્‍સો છે. ધોનીનો એક પ્રમુખ ગુણ એ પણ છે કે તે કદી નારાજ નથી થતા. સારૂ પ્રદર્શન ન કરવા છતાં પણ તેનો વ્યવહાર સામાન્ય રહે છે.

રેણુકા જણાવે છે કે, ધોનીને શાળાનાં સમયથી બાઇકનો શોખ રહ્યોં છે. ઉલ્લેખનીય છે કે ત્યારે તે મિત્રોની બાઇક ચલાવતા હતાં. આજે તો તેમની પાસે અનેક બાઇક છે. એટલું જ નહીં આજે તો ડીએવી શાળાને પણ ધોનીની શાળાનાં નામથી ઓળખવામાં આવે છે. રાંચીમાં હવે અનેક ધોની સલૂન ખુલ્યા છે.

તે ચોક્કસ સ્‍ટાર ખેલાડી બનશે -
રેણુકા શાળાનાં સમયથી એક ઘટના ઉત્સાહથી જણાવે છે કે, એક વખત ક્રિકેટ મેચ ચાલુ હતો. તે મેચમાં ધોનીએ 300 થી પણ વધુ રન બનાવ્યા હતાં. ત્યારે મારા પિતાજીએ કહ્યું હતું કે આ છોકરાનો ઓટોગ્રાફ અને ફોટો લઇ લો. આ આગામી સમયમાં સ્‍ટાર ખેલાડી બનશે. ત્યારે અમે બધા સાથિઓએ તેનો ઓટોગ્રાફ લીધો હતો. આજે આપણે જાણીએ છીએ કે ધોની ભારતનો સ્‍ટાર ખેલાડી છે.

પરીક્ષા કોણે આપવી છે !
વિદ્યાર્થીનાં લાડીલા ધોની ત્યારે 12માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. પરીક્ષા નજીક હતી. એક દિવસ શિક્ષક વિદ્યાર્થીઓની વાર્ષિક હાજરીની તપાસ કરી રહી હતી. ક્રિકેટને સમર્પિત ધોનીની હાજરી ફક્ત 10 ટકા હતી, જ્યારે બોર્ડની પરીક્ષા માટે ઓછામાં ઓછી 75 ટકા હાજરી જરૂરી હોય છે. માટે ક્લાસ ટીચરે તેમને પૂછ્યું- શું તારે પરીક્ષા આપવી છે? માહી કશુ બોલે ત્યારે પહેલા તેના ‍સહપાઠી બોલ્યા- મેડમ પરીક્ષા કોને આપવી છે. ધોનીને તો ક્રિકેટમાં શિખર પર પહોંચવું છે.

ધોની એક નજર.....
નામઃ મહેન્દ્રસિંહ ધોની
ઉપનામઃ માહી
જન્મતારીખઃ 7 જુલાઇ
રાશિઃ કર્ક
શોખઃ સંગીત સાંભળવું
શાળા સમયનાં ખાસ મિત્રોઃ ગૌતમ, રાજેશ, સંજીવ
પસંદગીની વાનગીઃ પોતેજ બનાવેલ આંબલી વડા
સૌથી ખુશીની ક્ષણઃ તપાસ ચાલુ
સ્વપ્નઃ ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી
પસંદગીનાં ક્રિકેટરઃ સચિન તેંડુલકર
પસંદગીનાં પોપ ગાયકઃ રિકી માર્ટિન
અભિનેતાઃ સલમાન ખાન
ફિલ્મઃ જો જીતા વહી સિકંદર
પુસ્‍તકઃ કોઇ પણ નહીં.
(આ માહિતી સ્‍વયં મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની સહપાઠી રેણુકાની સ્‍લેમ બુકમાં 27 નવેમ્બર,1998નાં રોજ લખી હતી.)

Share this Story:

Follow Webdunia gujarati