બાંગલાદેશ વિરૂદ્ધ શનિવારથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની ક્રિકેટ મેચમાં ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાના ધુંવાધાર બેટ્સમેન મૈથ્યુ હૈડન રમી શકશે નહી.
ઓસ્ટ્રેલિયાઈ ટીમના મેડિકલ સ્ટાફે તપાસ બાદ આ નિર્ણય લીધો હતો. ઈજામાંથી રાહત મેળવવા તબિબોએ હૈડનને ઉત્તરી શહેર ડારવિનમાં યોજાનાર ત્રણ એકદિવસીય મેચની શ્રેણીમાં ન રમવાની સલાહ આપી છે.
હૈડન ભારતમાં યોજાનાર મેચ સુધી ફીટ થઈ જવા ઈચ્છે છે. ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાને ભારતની ચાર ટેસ્ટ મેચ રમાવાની છે.
ઓસ્ટ્રેલિયાઈ ટીમ ડારવવીન પ્રવાસ પહેલા બે દિવસની શિબિરમાં ભાગ લેવા બ્રિસબેન ગઈ છે.
આ શિબરમાં ઘાયલ હૈડન, ઘાયલ કપ્તાન રિકી પોંટીગ અને ફાસ્ટ બોલર બ્રેટ લી ભાગ લેવાના છે. લગ્નજીવન તૂટી જવાથી હતાશામૂક્ત થવા સુધી આરામ આપવામાં આવ્યો છે. કપ્તાન પોંટિગની ગેરહાજરીમાં ટીમનું પ્રતિનિધિત્વ માઈકલ ક્લાર્ક કરશે.