Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સચિનને ભારત રત્ન સન્માન

સચિનને ભારત રત્ન સન્માન
નવી દિલ્લી. , મંગળવાર, 25 જાન્યુઆરી 2011 (10:28 IST)
N.D
માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકરને આ વર્ષે દેશના સર્વોચ્ચ નાગરિક અલંકરણ ભારત રત્નથી સન્માનિત કરવાની પ્રબળ શક્યતા છે. આની ઔપચારિક જાહેરાત થોડી જ વારમાં થઈ શકે છે.

સચિનને આ અલંકરણથી સન્માનિત કરવાની ચર્ચાથી મુંબઈમાં કોંગ્રેસ સાંસદ સંજય નિરુપમે તો સોમવારે તેમને પહેલાથી શુભેચ્છા પાઠવી દીધી છે.

બીજી બાજુ અહી કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યુ કે સચિન ભારતના રત્ન જ નહી, પરંતુ અનમોલ રત્ન છે. તેમને ભારત રત્ન આપવાની માંગ ખોટી નથી, પરંતુ સરકાર બધી વાતો પર વિચાર કર્યા પછી નિર્ણય કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati