પાકને ડુબાડીને ભારતની શાનદાર જીત
ભારતીય ટીમે પાકિસ્તાનનું વિસરજન કરી નાખ્યું
જોહનસબર્ગ (વેબદુનિયા) ભારતે ટ્વેંટી-20 વિશ્વકપના ફાઇનલ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો .આજના આ નિર્યાણક મેચ લાખો ક્રિકેટપ્રેમીઓની નજર મંડાયેલી હતી. ભારત-પાકના નિર્ણયક મેચના કારણે શહેરોના રસ્તાઓ સુના પડી ગયાં હતાં ભારતે ટોસ જીતીને બેટીંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ફકત 157 રન ભારતીય બેસ્ટમેનો કરી શકયા ત્યારે ભારતીય બોલરોએ તરખાટ મચાવતા પાકિસ્તાને 152માં ઓલ આઉટ કરીને વિજયનો તાઝ પહેરી લીધો હતો.
ભારતીય જાંબાજોએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 157 રન બનાવ્યાં હતાં. ભારત બેસ્ટમેનો શરૂઆતમાં ઢીલા રહ્યાં હતાં. ગત મેચમાં ઇજા પહોંચવવાને કારણે આજે વિરેન્દ્ર સહેવાગના સ્થાને યુસુફ પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મેચના 2.5 ઓવરમાં યુસુફ પઠાણના રૂપમાં ભારતે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ 5.3 ઓવરમાં રોબિન ઉથ્થપાના ભારતને બીજા વિકેટના રૂપે નુકશાન ભોગવવું પડ્યું.
ગૌતમએ પોતાનું સંતુલન જાળવી રાખી તેને 75 રનની ભારતીય ટીમને ભેટ આપી હતી જ્યારે રોહિત શર્મા અને ઇરફાન પઠાન 3 રન બનાવી અણનમ રહ્યાં હતાં. સિકસરોના શહેનશાહ યુવરાજ સિંહ આજે કંઇ ખાસ યોગદાન આપી શક્યાં ન હતાં. પાકિસ્તાનના સુકાની પણ યુવરાજની ગત રમત જોઇ તેઓ પણ દબાણમાં જોવા મળ્યાં હતાં.
અંતિમ ઓવરમાં 13 રન બનાવવાના હતા ત્યારે ભારતના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફ 'માહી' એ અંતિમ ઓવર જોગીન્દર શર્માને આપવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ વાઇડ ફેક્યો હતો અને ત્યારબાદ ત્રીજા બોલમાં બિસબાલ-ઉલ-હકે છગ્ગો માર્યો હતો અને ચોથા બોલે રીવર્સશોટ મારવા જતાં શ્રીશાંતે કેચ લપકી લીધો હતો અને તેની સાથે વિદેશની ધરતી પર ભારતનો ધ્વજ ફરકાવી દેશનું નામ રોશન કર્યું છે. ઘોનીની વિશ્વ વિજેતા ટીમે પાકિસ્તાનનું વિસરજન કરી નાખ્યું હતુ.