ધોની મારાથી પણ વધુ સારા કપ્તાન સાબિત થશે - કપિલ
દુબઈ. , શુક્રવાર, 28 જાન્યુઆરી 2011 (17:26 IST)
ભારતને વર્ષ 1983માં વિશ્વકપ જીતાવનારી ટીમના કપ્તાન કપિલ દેવે વિશ્વાસ બતાવ્યો છે એક વર્તમાન ભારતીય ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની આ વખતે 19 ફેબ્રુઆરીથી શરૂ થનાર વિશ્વકપમાં તેમનાથી યોગ્ય કપ્તાન અને ખેલાડી સાબિત થશે. કપિલે કહ્યુ, 'ધોની મારા કરતા સારુ પ્રદર્શન કરી શકે છે. તેઓ એક સારા ક્રિકેટર અને એક લાજવાબ કપ્તાન છે. મને આશા છે કે તેઓ જે ઈચ્છે તે મેળવી શકે છે.' તેમણે કહ્યુ 'વિશ્વકપમાં આ વખતે ભાગ લેનારી ભારતીય ટીમનો બેટિંગ ક્રમ સૌથી મજબૂત છે. અમે વિશ્વ ક્રિકેટમાં આટલો મજબૂત બેટિંગ ક્રમ આજ સુધી નથી જોયો. મને લાગે છે કે ટીમમાં ખિતાબ જીતવાની કાબેલિયત છે. કપિલે કહ્યુ કે જો કે ભારતીય ટીમની બોલિંગ અપેક્ષા કરત થોડી નબળી છે. પરંતુ તેમ છતા આપણી ટીમ સંતુલિત છે. તેથી જો ખેલાડી પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો ભારત વિશ્વકપ જીતી શકે છે. તેમણે કહ્યુ કે આ વખતે વિશ્વકપમાં ત્રણ કે ચાર ટીમો એવી છે જે અન્ય ટીમો કરતા વધુ મજબૂત છે. ઈગ્લેંડની ટીમ ખૂબ સારી છે. મને શ્રીલંકાની ક્ષમતાઓ પર પણ ભરોસો છે, પરંતુ ઓસ્ટ્રેલિયાઈ ટીમ પહેલાની જેમ મજબૂત નથી લાગતી. કપિલે કહ્યુ કે દક્ષિણ આફ્રિકાએ બતાવી દીધુ છે કે તેમના બોલરો મેચનુ પાસુ બદલી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન એક એવી ટીમ છે જેના વિશે કંઈ જ ભવિષ્યવાણી કરી શકાતી નથી. તેના વિશે કશુ જ કહી શકાતુ નથી. જ્યારે પાકિસ્તાની ટીમનો દિવસ હોય તો તે કંઈ પણ કરી શકે છે.