પૂર્વ કપ્તાન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના તકનીકી સમિતિના અધ્યક્ષ સુનિલ ગાવસ્કરે ઘરેલુ ક્રિકેટમાં વિદેશી ખેલાડીઓને રમાડવાની હિમાયત કરતા જણાવ્યુ હતુ કે તેનાથી દેશમાં ક્રિકેટનું સ્તર ઉંચુ આવશે.
'ગલ્ફ ન્યૂઝ' નામના સમાચાર પત્રમાં ગાવસ્કરે જાણાવ્યુ કે ભારતમાં વિદેશી ખેલાડીઓને રમાડવાથી ભારતીય ખેલાડીઓમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભુ થાય અને ખેલાડીઓ સારૂ પ્રદર્શન કરવા પ્રતિબદ્ધ બને.
ગાવસ્કરે જણાવ્યુ કે એવો નિર્ણય લેવાયો છે કે ઘરેલુ ક્રિકેટમાં તેજ વિદેશી ખેલાડીઓને રમવા દેવામાં આવશે જેમણે ઓછામાં ઓછી દસ ટેસ્ટ મેચ અથવા વીસ વન ડે ક્રિકેટ રમી હોય. જેનાથી સારા વિદેશી ખેલાડીઓ સાથે રાજ્યોના ખેલાડીઓને રમવાનો મોકો મળશે.
આ નવિન પ્રયોગથી અને ઘરેલુ ક્રિકેટમાં વિદેશી ખેલાડીઓનો ભાગ લેવાથી ઘરેલુ ક્રિકેટનું સ્તર ઉંચુ આવશે.