ગાંગુલીના પ્રશંસકો રસ્તા પર
કલકત્તા. , શનિવાર, 15 જાન્યુઆરી 2011 (12:34 IST)
આઈપીએલમાં કલકત્તા નાઈટરાઈડર્સ દ્વારા પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ ચોથા સત્ર માટે નહી ખરીદવાનો મુદ્દો તૂલ પકડી રહ્યો છે અને હવે દાદાના પ્રશંસકોએ રોડ પર ઉતરવાની તૈયારીઓ કરી લીધી છે. ગાંગુલીના કટ્ટર પ્રશંસકોના સંગઠન 'નો દાદા નો કેકેઆર'ની રવિવારે શહેરના રસ્તાઓ પર ઉતરવાની યોજના છે. સંગઠને ગાંગુલી વિરુદ્ધ આઈપીએલ નીલામીમાં થયેલ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની માંગ કરી છે. એક વધુ ગ્રુપ 'નો ગાંગુલી નો ઈડન'પણ એક પ્રદર્શન માર્ચ કાઢવાની તૈયારીમાં છે. આ સંગઠનના 3300થી વધુ સભ્યો છે, જ્યારે કે 'નો દાદા નો કેકેઆર'ના 2500થી વધુ સભ્યો છે.