Publish Date: Fri, 27 Jul 2007 (08:31 IST)
Updated Date: Fri, 27 Jul 2007 (08:31 IST)
ઇગ્લેંડ (યુએનઆઇ) ભારતીય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઇગ્લેંડ વિરૂધ્ધ બીજા ક્રિકેટ ટેસ્ટ મેચના એક દિવસ પહેલાં આજે ફિટનેસ ટેસ્ટમાં ખરા ઉતરી ભારતીય ટીમની ચિંતાઓ દુર કરી દિધી છે.
ભારતીય ટીમના પ્રવક્તા રફસ રાકીએ અહીં કહ્યું બધું જ સારૂ છે. પ્રથમ ટેસ્ટ પછી ગાંગુલીને પોતાની પીઠના નીચેના ભાગે વાગ્યું હતું તેથી પ્રેકટીસમાં ભાગ લઇ શકતા ન હતાં.
આના પહેલાં દ્રવિડે પત્રકારોને જણાવ્યું હતું કે યુવરાજને ગાંગુલીના કવરમાં 12 મા ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે ગાંગુલી હવે સારૂ અનુભવે છે માટે યુવરાજને કવરના રૂપમાં સમાવેશ કરવામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજી ટેસ્ટ શુક્રવારથી ટૈંટ બ્રિઝમાં રમાશે. લોડર્સમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી.