(વેબદુનિયા) બ્રેબોર્ન સ્ટેડિયમ પર આજે રમાવનાર ટ્વેન્ટી-20 ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ આજે સાંજે 6.00 વાગે શરૂ થનારી મેચ જોઇ સીધા ગરબા જશે. આજે મેચની સાથે-સાથે નવરાત્રીના છેલ્લાં દિવસનો ભરપૂર આનંદ ઉઠાવશે. મેચ નિર્ધારિત સમય પ્રમાણે 9-30 કે 10 વાગ્યા સુધી પૂરી થશે.
આજે ફરી 28 દિવસ બાદ ટ્વેન્ટી-20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. 22 સપ્ટેમ્બરના રોજ ડરબન ખાતે ટ્વેન્ટી-20 સેમીફાઇનલમાં સામ-સામે આ બંને ટીમો ટકરાઇ હતી.વર્લ્ડકપ વિજેતા બન્યાં બાદ ઓસ્ટ્રેલિયાની નજર ટ્વેન્ટી-20 વિશ્વકપ હતી. પરંતુ ભારતે તેના સપના પર પાણી ફેરવી વાળ્યું હતું.
આજે ભારત-ઓસ્ટ્રેલિયાની સાથે ક્રિકેટપ્રેમીઓ અને ગરબાપ્રેમીની રમઝટ જામશે. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે મેચ 9 -30 થી 10-00 વાગ્યા પૂરી થઇ જશે. જેના કારણે ક્રિકેટ સાથે ગરબામાં પણ ઝૂમી શકશે.
ભારતીય ટીમમાં સચિનતેંડુલકર, દ્રવિડ અને ગાંગુલી આ ટીમમાં રમશે નહી તેમના સ્થાને ગંભીર, રોહિત શર્મા, જોગીન્દર શર્મા જેવા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે.