આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)માલ્કમ સ્પીડને તેમનો કરારનો સમય પૂરો થાય ત્યાં સુધી છુટા કરી દેવામાં આવ્યા છે. તેમનો કરાર 4 જૂલાઈએ પૂરો થવાનો છે, ત્યારે ઝિમ્બાબ્વે સહિત કેટલીક બાબતોમાં આઈસીસીના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ ઊભો થતા તેમનો કરાર પૂરો થાય ત્યાં સુધી તેઓને છુટા કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને આઈસીસીના જનરલ મેનેજર ડેવિડ રીચાર્ડસન કામગીરી સંભાળશે.
ગયા મહિને બોર્ડની કાર્યકારી બેઠકમાં ઝિમ્બાબ્વેના મામલે કોઈ યોગ્ય નિર્ણય નહી લઈ શકાવા બદલ સ્પીડ અને આઈસીસી અધ્યક્ષ રે માલી વચ્ચે મતભેદો થયા હતા. તેનુ પરીણામ માલ્કમે આજે ભોગવવુ પડ્યું છે.