Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL માટે પીટરસનની ડિમાન્ડ

સૌથી મોંઘો ખેલાડી બને એવી સંભાવના

IPL માટે પીટરસનની ડિમાન્ડ

વેબ દુનિયા

મુંબઇ , ગુરુવાર, 29 જાન્યુઆરી 2009 (18:40 IST)
ઈંગ્લેન્ડના ધરખમ બેટ્સમેન કેવિન પીટરસન આઇપીએલમાં સૌથી જંગી રકમ લઇને સામેલ થાય તેવી સંભાવના છે. પ્રાપ્ત અહેવાલ મુજબ 6ઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે આઇપીએલ ખેલાડીઓ માટે હરાજી થનાર છે ત્યારે કેવિન પીટરસનની બોલી 1.3 મિલિયન ડોલરથી શરૂ થશે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ચેન્નાઇ સુપરકિંગનો મહેન્દ્રસિંહ ધોની હાલમાં આ લીગનો સૌથી મોટો ખેલાડી છે. પ્રથમ આઇપીએલમાં 4૦૦૦૦૦ ડોલરની બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવ્યા બાદ ધોનીને 1.5 મિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યો હતો.

એક અગ્રણી અખબારે જણાવ્યું છે કે કેવિન પીટરસન ઊપરાંત એન્ડ્રુ ફિલન્ટોફ માટેની બોલી 9૦૦૦૦૦ ડોલરથી શરૂ થશે. ઇંગ્લેન્ડના અન્ય ખેલાડીઓ માટેનો ભાવ પણ બોલાઇ રહ્યો છે. જો કે અન્ય ખેલાડીઓના ભાવ અંગે હજુ માહિતી મળી નથી પરંતુ આ ખેલાડીઓના ભાવ 25૦૦૦૦ ડોલરથી ઊપર નહીં જાય તેમ માનવામાં આવે છે.

ઇંગ્લેન્ડના કરાર કરવામાં આવેલા ખેલાડીઓ ૨૦૦9ની આઇપીએલ સિઝનના પ્રથમ 21 દિવસ સુધી જ રમશે. પ્રોરેટા આધાર ઊપર આ લોકોને નાણાં ચૂકવવામાં આવશે. ડોમેની ક્રોક, સાઝેદ મહેમૂદ, ડેરેન ગોફ, જેમ્સ કોસ્ટર પણ અન્ય ખેલાડીઓ છે હરાજીની યાદીમાં સામેલ કરવામાં આવી ચૂકયા છે.

Share this Story:

Follow Webdunia gujarati