Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BCCI એ આઈએમજી વર્લ્ડ સાથે નાતો તોડ્યો

BCCI એ આઈએમજી વર્લ્ડ સાથે નાતો તોડ્યો

ભાષા

નવી દિલ્હી , રવિવાર, 30 ઑગસ્ટ 2009 (15:52 IST)
ભારતીય ક્રિકેટ બોર્ડ ‘બીસીસીઆઈ’ એ ઇવેંટ મૈનેજમેંટ કંપની આઈએમજી વર્લ્ડ સાથે પોતાનો કરાર રદ્દ કરી દીધો છે જેણે ઈંડિયન પ્રીમિયર લીગની પ્રથમ બે ટૂર્નામેન્ટની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બીસીસીઆઈ કાર્યકારિણીએ કરારનીએ શરતોને મંજૂરી આપવાથી ઈન્કાર કરી દીધો હતો ત્યાર બાદ કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

બીસીસીઆઈ બોર્ડ સચિવ એન શ્રીનિવાસન જે આઈએમજીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ એંડ્રયૂ વિલ્ડબ્લડ સાથે સમજૂતિ પર વાત કરી રહ્યાં હતાં તેમણે કંપનીને પત્ર મારફત બોર્ડના નિર્ણયથી વાકેફ કરી દીધી છે.

શ્રીનિવાસને પત્રમાં કહ્યું કે, બીસીસીઆઈએ શરૂઆતમાં આઈપીએલના પ્રથમ સત્ર માટે નાતો જોડ્યો હતો જેના માટે કંપનીને 42.92 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી ત્યાર બાદ બોર્ડની કાર્યકારણીએ કરારની શરતો માનવાથી ઈનકાર કરી દીધો.

Share this Story:

Follow Webdunia gujarati