Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે સન્માન બચાવવા માટે રમીશું : પોટિંગ

હવે સન્માન બચાવવા માટે રમીશું : પોટિંગ
, મંગળવાર, 29 જૂન 2010 (16:40 IST)
ચિરપ્રતિસ્પર્ધી ઈંગ્લેન્ડના હાથે સતત ત્રણ વન ડે મેચ હારીને સિરીજ ગુમાવી ચૂકેલી ઓસ્ટ્રેલિયાઈ ટીમના કપ્તાન રિકી પોંટિગે પોતાના મિત્રોને આગામી બે મેચોમાં સન્માન માટે રમવાનો અનુરોધ કર્યો છે.

વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનો ટોચનો ક્રમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત ત્રીજા મુકાબલામાં ન ચાલી શક્યો જેના કારણે પૂરી ટીમ રવિવારે ઓલ્ડ ટ્રેફોર્ડમાં યોજાયેલા વન ડે મેચમાં 212 રન પર આઉટ થઈ ગઈ.

ઓછા સ્કોર છતાં પણ ઓસ્ટ્રેલિયાઈ ઝડપી બોલર બોલિંગર અને શાન ટૈટે શાનદાર બોલીંગ કરતા ઈંગ્લેન્ડની 9 વિકેટ 203 રન પર પાડી દીધી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાને આ મેચ એક વિકેટથી હારીને ગુમાવવો પડ્યો. બોલિંગર અને ટેંટે 3-3 વિકેટ ઝડપી.

Share this Story:

Follow Webdunia gujarati