Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાત ટકા ભારતીયોને ગમે ટેસ્ટ ક્રિકેટ : સર્વે

સાત ટકા ભારતીયોને ગમે ટેસ્ટ ક્રિકેટ : સર્વે

ભાષા

મેલબર્ન , બુધવાર, 18 નવેમ્બર 2009 (11:26 IST)
સચિન તેંદુલકર જેવા ક્રિકેટરોને ભલે જ લાગતું હોય કે, ટેસ્ટ ક્રિકેટ વધારે મનોરંજક બની ગયું છે, પરંતુ એમસીસીના સર્વે અનુસાર માત્ર સાત ટકા ભારતીય પ્રશંસક જ રમતના આ લાંબા પ્રારૂપને પ્રાધાન્ય આપે છે.

મેરિલબોન ક્રિકેટ ક્લબ એમસીસી દ્વારા ભારત, દક્ષિણ આફ્રીકા અને ન્યૂજીલેન્ડમાં કરવામાં આવેલા આ સર્વેમાં પ્રત્યેક ત્રણ દેશોમાંથી 500,500 પ્રશંસકોના વિચાર પુછવામાં આવ્યાં.

આશ્વર્યની વાત તો એ છે કે, ભારતમાંથી આશરે 58 ટકા લોકોએ ટ્વેન્ટી-20 મેચનો પોતાની મનપસંદ રમત ગણાવી જ્યારે માત્ર 31 ટકા લોકોએ વન-ડેને પ્રાધાન્ય આપ્યું.

રિપોર્ટ અનુસાર ઇંડિયન પ્રીમિયર લીગને માત્ર ચાર ટકા લોકોનું સમર્થન મળ્યું. ત્રણ દેશોમાં કુલ 13 ટકા લોકોએ વન-ડે પર ટેસ્ટને પ્રાધાન્ય આપી.

Share this Story:

Follow Webdunia gujarati