Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સચિનને સાંસદ બનાવવાનો પ્રસ્તાવ

સચિનને સાંસદ બનાવવાનો પ્રસ્તાવ
P.R
સુત્રોથી મળતી માહિતી અનુસાર સચિન રાજ્યસભાનો સાંસદ બને તેવી શક્યતા છે, કેમકે કોંગ્રેસ પાર્ટીએ સચિન સમક્ષ સાંસદનો પ્રસ્તાવ મુક્યો છે. સાથે-સાથે કોંગ્રેસે ગૃહ મંત્રાલયને આ અંગે ભલામણ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેની પત્નિ અંજલી સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ગુરુવારે મુલાકાત કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સચિનને તેની મહાસદીની સિદ્ધી બાદ મળી અભિનંદન આપાવા માગતી હતી. ગુરૂવારની મુલાકાત દરમિયાન સોનિયા ગાંઘીના આવાસ પર બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીઓ સહિત આઈપીએલની પ્રમુખ રાજીલ શુક્લાએ પણ હાજરી આપી હતી. સુત્રોથી મળતી માહિતી અનુસાર સચિન અને તેની પત્નિ અંજલીએ સોનિયા સાથે અડધો કલાક વાતચીત કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીએ સચિન સાછે ક્રિકેટને લગતી સામાન્ય વાતચીત કરી હતી અને તેના ઉજળા ભવિષ્ય માટે અભિનંદન આપ્યા હતા. સચિને આ વર્ષે એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં કારકિર્દીની 100મી સદી પૂરી કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati