Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સચિનની બેટ 42 લાખમાં વેચાઈ

સચિનની બેટ 42 લાખમાં વેચાઈ
મુંબઈ , શનિવાર, 30 ઑક્ટોબર 2010 (16:27 IST)
N.D
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બેટ એક ભવ્ય રમત નીલામીમાં સર્વાધિક 42 લાખ રૂપિયામાં વેચાઈ. આ નીલામીમાં દેશ અને વિદેશના 25 ટોચના ખેલાડીઓ દ્વારા દાન કરવામાં આવેલ વસ્તુઓની નીલામી કરવામાં આવી.

આ મહાન બેટ્સમેને ગયા વર્ષે ક્રાઈસ્ટચર્ચમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ આ બેટથી અણનમ 163 રન બનાવ્યા હતા, જે તેમના એકદિવસીય ક્રિકેટમાં ચોથો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.

બીજા સ્થાન પર સંયુક્ત રૂપે નિશાનેબાજ અભિનવ બિન્દ્રાની બંદૂક અને પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન રાહુલ દ્રવિડની બેટ રહી. બિંદ્રા આ બંદૂકથી બીજિંગમાં સુવર્ણ પદક જીતવાની સાથે ઓલંપિકની વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ જીતનારા પ્રથમ ભારતીય બન્યા હતા.

જ્યારે કે દ્રવિડે આ બેટથી 2005માં પાકિસ્તાન વિરુદ્ધ કલકત્તા ટેસ્ટના બંને દાવમાં સદી મારી હતી. આ બંને વસ્તુઓ માટે 20-20 લાખ રૂપિયાની સફળ બોલી લાગી.

વિશ્વ કપ 1983 જીતનારી ભારતીય ક્રિકેટ ટીમના બધા સભ્યોની સહી વાળી બેટ 17.5 લાખ રૂપિયામાં નીલામ હુઈ,જે ગાવસ્કરે દાન કરી હતી.

પૂર્વ ભારતીય કપ્તાન અનિલ કુંબલેની જર્સી અને કેપ 11.5 લાખ રૂપિયામાં નીલામ થઈ. કુંબલેએ આ જર્સી દિલ્લીમાં પાકિસ્તાન વિરુદ્ધ 1999માં જિમ લેકરના એક દાવમાં દસ વિકેટના રેકોર્ડની બરાબરી કરવા દરમિયાન પહેરી હતી. અને ટોપી તેમણે 2004 અને 2006 દરમિયાન ટેસ્ટ મેચમાં પહેરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati