Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શાહરૂખ ખાને મજાકમાં વિરાટ કોહલીનો સ્વયંવર રચ્યો, અનુષ્કાને બનાવી દુલ્હન

શાહરૂખ ખાને મજાકમાં વિરાટ કોહલીનો સ્વયંવર રચ્યો, અનુષ્કાને બનાવી દુલ્હન
નવી દિલ્હી : , ગુરુવાર, 17 એપ્રિલ 2014 (16:04 IST)
બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને ક્રિકેટર વિરાટ કોહલી પાસેથી તેના દિલની વાત કઢાવી લીધી. વિરાટે અનુષ્કાનું નામ તો ના લીધું પરંતુ જે રીતે તે ઓ શરમાયા તે રીતે તો સ્પષ્ટ લાગ્યું કે તેમના દિલમાં અનુષ્કાને માટે ખાસ જગ્યા છે. અને અનુષ્કા તેમના દિલની રાણી છે. આઈપીએલ 7 ના ઉદ્ઘાટન સમારોહ હતો. આ ભવ્ય સમારોહમાં શાહરૂખ ખાન અને એકટ્રેસ દીપિકા પાદુકોણ ખેલાડીઓ અને લોકોનું મનોરંજન કરવા માટે આવ્યા હતા. સમારોહ દરમ્યાન શાહરૂખ ખાને વિરાટનો સ્વયંવર રચાવી નાખ્યો. 
 
મંચ પર હાજર શાહરૂખે વિરાટ કોહલીના સ્ટેજ પર બોલાવ્યા અને ઘોષણા કરી કે આજે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટરનું સ્વયંવર રચવામાં આવશે. પહેલા તો શાહરૂખે વિરાટને પૂછ્યું કે લગ્નેને માટે તેઓને કેવી છોકરી પસંદ છે. વિરાટે જવાહ આપ્યો કે તેના વાળ લાંબા હોવા જોઈએ, તેઓ મા – બાપની સેવા કરવા લાયક હોવી જોઈએ. પરંતું વિરાટે કોઈના નામનો ઉલ્લેખ ના કર્યો.
 
શાહરૂખે ત્યારબાદ મંટ પર આશરે ડઝન છોકરીઓને બોલાવી, બધા જ હાથમાં અલગ – અલગ તસવીરો હતી. તસવીરોમાં હાજર જ કોઈ છોકરી સ્વયંવર હોવાની વાત કહી. મજાક – મસ્તીમાં શાહરૂખે વિરાટને કેટલાક ફોટા પણ દેખાડ્યા અને અંતમાં તેમણે એક ફોટો નિકાળ્યો, જેને જોઈને વિરાટ પણ શરમાઈ ગયા. તેઓ ફોટો એક્ટ્રેસ અનુષ્કા શર્માનો હતો. ફોટો જોતાની સાથે જ વિરાટની બોલતી બંધ થઈ ગઈ, પરંતુ ત્યાંના હાજર બધાજ લોકોએ ખૂબ મજા કરી  હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati