Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિરાટ કોહલી IPL નો કૂલ અને ફેશનેબલ ખેલાડી

વિરાટ કોહલી IPL નો કૂલ અને ફેશનેબલ ખેલાડી
નવી દિલ્હી : , મંગળવાર, 22 એપ્રિલ 2014 (10:01 IST)
ભારતના સ્ટાર ક્રિકેટર અને રોયલ ચેલન્જર્સ બેંગ્લોરના યુવા કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી કૂલ હેરસ્ટાઈલ રાખે છે અને મેદાન પર સૌથી વધુ ફેશનેબલ ખેલાડી છે. આ રસપ્રદ ખુલાસો આઈપીએલને લઈને કરવામાં આવેલા સર્વેક્ષણમાં કરવામાં આવ્યો છે.
 
દેશમાં લગભગ અઢી કરોડ લોકોને  1 માર્ચથી 10 એપ્રિલ સુધી પૂછવામાં આવેલા પ્રશ્નોના આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. સર્વેક્ષણમાં સૌથી કૂલ હેરસ્ટાઈલ અને મેદાન પર સૌથી વધારે ફેશનેબલ હોવાના સવાલ પર 54 ટકા લોકોએ વિરાટને પસંદ કર્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયા તથા ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 24 ટકા મત સાથે બીજા અને કોલકતા નાઈટ રાઈડર્સનો સ્પીનર સુનીલ નરેન 22 ટકા મત સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.
 
આ ઉપરાંત આઈપીએલ-7માં ઓરેન્જ કેપના દાવેદાર તરીકે પણ વિરાટ કોહલીને સૌથી વધુ 47 ટકા લોકોએ પસંદ કર્યો હતો. પર્પલ કેપની દાવેદારીમાં 44 ટકા મત સાથે મુંબઈ ઈન્ડિયન્સનો લસિથ મલિંગા સૌથી આગળ છે. સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તથા આઈકોન તરીકે રાહુલ દ્રવિડને સૌથી વધુ વોટ મળ્યા હતા. મેંટર તરીકે દ્રવિડને 53 અને સચિનને 25 ટકા મત મળ્યા હતા.
 
સર્વેમાં 72 ટકા લોકોએ કહ્યું હતું કે, દિલ્હી ડેરડેવિલ્સના દિનેશ કાર્તિકને ક્ષમતા કરતાં વધારે કિંમત આપીને ખરીદવામાં આવ્યો છે. જ્યારે યુવરાજને આ અંગે 28 ટકા મત મળ્યા હતા. મેદાન પર સૌથી મનોરજંક ખેલાડી તરીકે 46 ટકા લોકોએ સનરાઈઝ હૈદરાબાદના ડેરેન સૈમી પર પસંદગી ઉતારી હતી. જ્યારે 34 ટકા સાથે ગેલ બીજા અને પોલાર્ડ 20 ટકા મત સાથે બીજા ક્રમે રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati