Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુવરાજના વનડે ક્રિકેટમાં 7000 રન

યુવરાજના વનડે ક્રિકેટમાં 7000 રન

ભાષા

કિંગ્સ્ટન , મંગળવાર, 30 જૂન 2009 (13:01 IST)
શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા યુવરાજસિંહે વેસ્ટઇંડીજ વિરુદ્ધ બીજા એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન એક દિવસીય ક્રિકેટમાં 7000 રન પૂરા કરીને આ મુકામ સુધી પહોંચનારા પાંચમાં ભારતીય બેટ્સમેન બની ગયાં છે.

પોતાનો 234 મો મેચ રમી રહેલા યુવરાજે રવિ રામપોલના દડા પર આઠમી ઓવરમાં ચોક્કો ફટકારીને સાત હજાર વન-ડે રન પૂર્ણ કર્યાં. આ મેચ પૂર્વે તેમને આ મુકામ સુધી પહોંચવા માટે 19 રનોની જરૂરિયાત હતી.

વનડે ક્રિકેટમાં સૌથી વધારે રન સચિન તેંડુલકર (16684) ના નામે છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટરોમાં ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી (11363), રાહુલ દ્રવિડ઼ (10585) અને મોહમ્મદ અજહરુદ્દીન (9378) આ આંકડો પાર કરી ચૂક્યાં છે.

વનડે ક્રિકેટ મેં સર્વાધિક રન બનાવનારા દસ બેટ્સમેનો : 1. સચિન તેંડુલકર (16684 રન), 2. સનથ જયસૂર્યા (13151 રન), 3. ઇંજમામ ઉલ હક (11739 રન), 4. રિકી પોંટિંગ (11523 રન), 5. સૌરવ ગાંગુલી (11363 રન), 6. રાહુલ દ્રવિડ઼ (10585 રન), 7. બ્રાયન લારા (10405 રન), 8. કૈલિસ (10239 રન), 9. એડમ ગિલક્રિસ્ટ (9619 રન), 10. મોહમ્મદ અજહરૂદ્દીન (9378 રન).

Share this Story:

Follow Webdunia gujarati