Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મેથ્યૂ હેડન દોષી જાહેર, પણ સજા નહીં

મેથ્યૂ હેડન દોષી જાહેર, પણ સજા નહીં

વાર્તા

મેલબોર્ન , બુધવાર, 27 ફેબ્રુઆરી 2008 (18:58 IST)
મેલબોર્ન(વાર્તા) હરભજનસિંહ ઉપર આપત્તિજનક ટિપ્પણી કરવાના પ્રકરણમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેથ્યૂ હેડનને આચારસંહિતા અંતર્ગત ખરાબ વ્યવહાર બદલ દોષી તો જાહેર કર્યો પરંતુ કોઇ સજા ફટકારી નહોતી. ભારતના ઓફ સ્પીનર હરભજનસિંગ સામે ટિપ્પણી કરવા બાબતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બેટ્સમેન મેથ્યુ હેડન ઉપર આચાર સંહિતા ભંગનો આરોપ લગાવ્યો હતો. સીએ દ્વારા જણાવાયુ હતુ કે, હેડન ઉપર આચાર સંહિતાના નિયમ-9ના ઉલ્લંઘન બદલ આરોપ લગાવવામાં આવ્યો હતો.

અગાસીએ દ્વારા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે, હરભજન સામે હેડનની વિવાદાસ્પદ ટિપ્પણી વિષે તપાસ થશે.

ઉલ્લેખનીય છે કે, હેડન અને હરભજન વચ્ચે 24મીએ સિડનીમાં રમાયેલી મેચ દરમિયાન તકરાર થઈ હતી. જે બાબતે ભારતીય ટીમે ફરિયાદ કરી હતી કે, હેડને સ્પીનર હરભજનને પાગલ (મેડ બોય) કહ્યુ હતુ. આ નિવેદન બાદ બન્ને ટીમોની વચ્ચે તણાવ વધવાની આશંકા પેદા થઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati