Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતની મજબૂત સ્થિતિઃ 613/7 ડિક્લેર

ગંભીર -લક્ષ્મણ ની બેવડી સદી

ભારતની મજબૂત સ્થિતિઃ 613/7 ડિક્લેર

વેબ દુનિયા

નવી દિલ્હી , ગુરુવાર, 30 ઑક્ટોબર 2008 (16:11 IST)
દિલ્હી ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનાં બીજા દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણની બેવડી સદીનાં સહારે ભારતે 613 રનનો વિશાળ સ્કોર ઓસ્ટ્રેલિયા સામે મુક્યો છે. તેમાંપણ ગંભીર અને લક્ષ્મણ વચ્ચે 278 રનની પાર્ટનરશીપે ભારતનો સ્કોર 500ની પાર લગાવી દીધો હતો.

ગંભીર તેની બેવડી સદી કરીને વોટસનની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ આવેલા ગાંગુલી માત્ર 5 રન બનાવીને કટીચ પોઈન્ટીંગને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ ધોનીએ પણ 27 રન કરીને વોટસનની બોલીંગમાં હેડીનનાં હાથમાં ઝીલાઈ ગયો હતો. ત્યારબાદ કુંબલે 45 રન કરીને જોનસનની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ઝાહીરખાને 21 બોલમાં ધુઆંધાર 27 રન ફટકાર્યા હતા. જ્યારે લક્ષ્મણ 200 રને અણનમ રહ્યો હતો.

બુધવારનાં ત્રણ વિકેટ 296 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ઓપનર ગંભીરે શાનદાર રીતે પોતાની બેવડી સદી પૂર્ણ કરી હતી. તેમજ સામે છેડે રમી રહેલાં લક્ષ્મણે પણ ઝડપથી પોતાનાં સદી કરીને હાલ 181 રન પર રમી રહ્યો છે. એક સમયે ભારતનાં 27 રને બે વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ સચિન અને ગંભીરે ભારતને મજબૂતાઈ આપી હતી.

સચિન 68 રને આઉટ થઈ જતાં તેનાં સ્થાને આવેલા લક્ષ્મણે ગૌતમ ગંભીર સાથે 278 રનની ભાગીદારી નોંધાવીને ઓસ્ટ્રેલિયા સામે મોટું ટારર્ગેટ મુકી દીધું હતું.

Share this Story:

Follow Webdunia gujarati