Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોનીએ સચિનને પાછળ છોડ્યા

બે અરબના કોંટ્રેક્ટની સાથે જ માહી નીકળ્યા સૌથી આગળ

ધોનીએ સચિનને પાછળ છોડ્યા
, મંગળવાર, 13 જુલાઈ 2010 (14:12 IST)
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેશના સૌથી મોંધા ક્રિકેટર બની ગયા છે.

હવે તેને નવા નવા લગ્નની ભેટ કહો કે ધોનીનુ નસીબ પરંતુ 200 કરોડના એક કોંટ્રેક્ટે તેને દેશ ના સૌથી મોંધા ક્રિકેટર બનાવી દીધા છે.

એટલુ જ નહી આ કોંટ્રેક્ટે ધોનીને આગળ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે. વાત એમ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન માહીએ રમત અને ટેલેંટ મેનેજમેંટ ક્ષેત્રની બે કંપનીઓ ઋતિ સ્પોર્ટ્સ અને માઈંડસ્કેપ્સ વનની સાથે ત્રણ વર્ષનો કોંટ્રેક્ટ મળ્યો છે.

આ સાથે જ તે સચિનને પાછળ છોડી સૌથી મોંધા ખેલાડી બની ગયા છે.

આ પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વર્ષ 2006માં સ્પોર્ટ્સ મેનેજમેંટ કંપની આઈકોનિક્સની સાથે 180 કરોડનો કોંટ્રેક્ટ કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati