Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દ્રવિડની સદી, ભારત મજબૂત

દ્રવિડની સદી, ભારત મજબૂત
, સોમવાર, 22 નવેમ્બર 2010 (13:02 IST)
N.D
ભારતે અહી નાગપુર ટેસ્ટના બીજા દિવસે રાહુલ દ્રવિડની સદીને કારણે ન્યુઝીલેંડ પર દબાવ બનાવી દીધો.

જો કે આજે રમતના પ્રથમ સત્ર માં જ ભારતના ત્રણ મુખ્ય બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા, પરંતુ રાહુલ દ્રવિડે એક છેડો મજબૂતીથી સાચવી રાખ્યો અને પોતાની ટેસ્ટ કેરિયરની 31મી સદી પૂર્ણ કરી.

દ્રવિડે ભારતીય રમતને આધાર આપતા પોતાની સદી માટે 256 બોલનો સામનો કર્યો અને 12 ચોક્કા લગાવ્યા. દ્રવિડે પોતાની સદી દરમિયાન ઘણા પ્રશંસનીય સ્ટ્રોક્સ લગાવ્યા.

બીજી બાજુએ ધોનીએ પણ પોતાની જવાબદારી બતાવતા 51 રન પૂરા કયા.

આ અગાઉ ભારત-ન્યુઝીલેંડ ટેસ્ટના ત્રીજા દિવસે સચિન તેંડુલકર 61 રન બનાવીને આઉટ થઈ ગયા.

સચિન પછી વીવીએસ લક્ષ્મણ પણ ક્રિસ માર્ટિનના બોલ પર ક્લીન બોલ્ડ થયા.

આ સમયે ભારતનો સ્કોર 5 વિકેટ ગુમાવીને 402 રન છે. ક્રીઝ પર રાહુલ દ્રવિડ 109 અને મહેન્દ્રસિંહ ધોની 47 રન બનાવીને રમી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati