Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ માટે ધોનીને પડકાર આપવા ગંભીર તૈયાર

, શનિવાર, 2 જૂન 2012 (11:12 IST)
P.R
ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં મળી રહેલી સતત નિષ્ફળતાઓ બાદ થોડા સમય અગાઉ જ કહ્યું હતું કે જો પસંદગીકર્તાઓ તેને કપ્તાનપદેથી હટાવવા માગે તો તે હટવા માટે તૈયાર છે. પણ તે પહેલાં કોઇ સારો વિકલ્પ શોધીને તૈયાર કરે અને પછી તેને હટાવે. દરમિયાન ગૌતમ ગંભીરે પોતાના એક નિવેદન દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે જો પસંદગીકર્તાઓ ખરેખર કોઇ નવો ટેસ્ટ કેપ્ટન શોધી રહ્યા હોય તો તે પોતે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

હાલમાં આઇપીએલમાં પોતાની ટીમ કેકેઆરને આક્રમક નેતૃત્વ દ્વારા ચેમ્પિયનશીપ અપાવનારા ગંભીરે કહ્યું કે, હું ટેસ્ટ કપ્તાની માટે તૈયાર છું, આ મારા માટે એક સન્માનની વાત સાબિત થશે અને મને એમાં કોઇ ખચકાટ નથી. પડકારો સ્વીકારવા મને પસંદ છે અને આવા પડકાર જ તમને કુશળ બનાવે છે.

આઇપીએલમાં કેકેઆરની શ્રેષ્ડ કેપ્ટનશીપ કરનારા ગંભીરને ટીમ ઇન્ડિયાના ભાવિ કપ્તાન તરીકે જોવામાં આવી રહ્યો છે અને દરેક જગ્યાએ તેની ચર્ચા થઇ રહી છે. આ અંગે ગંભીરે કહ્યું કે, હા મેં સાંભળ્યું છે કે મને ટીમ ઇન્ડિયાનો આગામી કપ્તાન બનાવી શકાય છે પણ મેં અગાઉ પણ કહ્યું હતું કે કેપ્ટન અને ટીમની કુશળતા એકસમાન હોય છે. એક સફળ ટીમ એક સફળ કેપ્ટન બનાવે છે, કોઇ સફળ કેપ્ટન એક સફળ ટીમ નથી બનાવી શકતો.

ગંભીરે કહ્યું કે, બાળપણથી જ મને મારું સ્થાન ખોઇ દેવાનો ડર સતાવતો રહ્યો છે. મને સતત એ વાત ધ્યાનમાં હોય છે કે જો હું ખરાબ રમીશ તો મારી હકાલપટ્ટી થઇ શકે છે અને આ વાત જ મને સતત સારું રમવા માટે અને વધુ ને વધુ રન બનાવવા માટે પ્રેરણા આપતી રહી છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાં મળી રહેલી સતત નિષ્ફેળતાઓ બાદ થોડા સમય અગાઉ જ કહ્યું હતું કે જો પસંદગીકર્તાઓ તેને કપ્તાનપદેથી હટાવવા માગે તો તેહટવા માટે તૈયાર છે. પણ તે પહેલાં કોઇ સારો વિકલ્પ શોધીને તૈયાર કરે અને પછી તેને હટાવે. દરમિયાન ગૌતમ ગંભીરે પોતાના એક નિવેદન દ્વારા સ્પષ્ટ કરી દીધું છે કે જો પસંદગીકર્તાઓ ખરેખર કોઇ નવો ટેસ્ટ કેપ્ટન શોધી રહ્યા હોય તો તે પોતે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

હાલમાં આઇપીએલમાં પોતાની ટીમ કેકેઆરને આક્રમક નેતૃત્વ દ્વારા ચેમ્પિયનશીપ અપાવનારા ગંભીરે કહ્યું કે, હું ટેસ્ટ કપ્તાની માટે તૈયાર છું, આ મારા માટે એક સન્માનની વાત સાબિત થશે અને મને એમાં કોઇ ખચકાટ નથી. પડકારો સ્વીકારવા મને પસંદ છે અને આવા પડકાર જ તમને કુશળ બનાવે છે.

આઇપીએલમાં કેકેઆરની શ્રેષ્ડ કેપ્ટનશીપ કરનારા ગંભીરને ટીમ ઇન્ડિયાના ભાવિ કપ્તાન તરીકે જોવામાં આવી રહ્યો છે અને દરેક જગ્યાએ તેની ચર્ચા થઇ રહી છે. આ અંગે ગંભીરે કહ્યું કે, હા મેં સાંભળ્યું છે કે મને ટીમ ઇન્ડિયાનો આગામી કપ્તાન બનાવી શકાય છે પણ મેં અગાઉ પણ કહ્યું હતું કે કેપ્ટન અને ટીમની કુશળતા એકસમાન હોય છે. એક સફળ ટીમ એક સફળ કેપ્ટન બનાવે છે, કોઇ સફળ કેપ્ટન એક સફળ ટીમ નથી બનાવી શકતો.

ગંભીરે કહ્યું કે, બાળપણથી જ મને મારું સ્થાન ખોઇ દેવાનો ડર સતાવતો રહ્યો છે. મને સતત એ વાત ધ્યાનમાં હોય છે કે જો હું ખરાબ રમીશ તો મારી હકાલપટ્ટી થઇ શકે છે અને આ વાત જ મને સતત સારું રમવા માટે અને વધુ ને વધુ રન બનાવવા માટે પ્રેરણા આપતી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati