Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈંડિયા માટે હું પોતે જ મારી પસંદગીનો કેપ્ટન છુ - ધોની

ટીમ ઈંડિયા માટે હું પોતે જ મારી પસંદગીનો કેપ્ટન છુ - ધોની
, સોમવાર, 4 જૂન 2012 (10:51 IST)
P.R
ટીમ ઇન્ડિયામાં નવા કેપ્ટનની વરણીની ચર્ચાએ જોર પકડ્યું છે તેવામાં મહેન્દ્રસિંહ ધોનીએ નવા કેપ્ટન માટે કોઇનું નામ લેવાનો ઇનકાર કરતાં કહ્યું કે, “કેપ્ટનના રૂપમાં તેઓ પોતાને જ પસંદ કરે છે.”

ભારત અને પાકિસ્તાન વચ્ચેના અમન સેતુ સૈન્યના ‍અધિકારીઓ સાથે રહીને વાતચીત દરમિયાન ધોનીએ કહ્યું કે, “ભાવિ કેપ્ટનનું નામ નક્કી કરવાનું કામ મારું નથી અને એ મારી પસંદગી પ્રમાણે પણ થવાનું નથી. મારી પસંદગી તો હું ખુદ જ છું. જ્યાં સુધી સ્પર્ધાની વાત છે તો સેહવાગ, ગંભીર અને કોહલી જેવા ખેલાડીઓ કપ્તાનપદ માટેના દાવેદાર છે.” સેહવાગ લાંબા સમય સુધી ટીમનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે પણ હાલમાં આ જવાબદારી કોહલી નિભાવી રહ્યો છે.

પાકિસ્તાન સાથે રમવા માટે તૈયાર..
ધોનીએ કહ્યું કે “અમે પાકિસ્તાન સાથે રમવા માટે તૈયાર છીએ પણ બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોનો નિર્ણય બોર્ડ કરશે. બંને દેશો વચ્ચે સંબંધ સારા બનાવવા માટે ક્યાંક ને ક્યાંક તો શરૂઆત કરવી જ પડશે.”

Share this Story:

Follow Webdunia gujarati