Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈંડિયાએ 28 વર્ષ બાદ લોર્ડસમાં તિરંગો લહેરાવ્યો, ભારતની શાનદાર જીત

ટીમ ઈંડિયાએ 28 વર્ષ બાદ લોર્ડસમાં તિરંગો લહેરાવ્યો, ભારતની શાનદાર જીત
, મંગળવાર, 22 જુલાઈ 2014 (10:07 IST)
ઝડપી બોલર ઈશાંત શર્માએ પોતાની શોર્ટ પિચ બોલના આક્રમણથી ઈગ્લેંડની બેટિંગ લાઈનને કચડીને ભારતની બીજી ક્રિકેટ મેચમાં 95 રનની શાનદાર જીત અપાવી. જે લોર્ડ્સના ઈતિહાસમાં છેલ્લા 28 વર્ષોમાં પ્રથમ જીત છે. ઈશાંતે પોતાના કેરિયરની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરીને 74 રન આપીને સાત વિકેટ લીધી અને 319 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલ ઈગ્લેંડની ટીમને પાંચમા દિવસે બીજા સત્રમાં જ 88.2 ઓવરમાં 223 રન પર ઓલઆઉટ કરી નાખ્યુ. ઈશાંતે આજે પડેલી છમાંથી પાંચ વિકેટ લીધી જ્યારે કે એક બેટસમેન રન આઉટ થયો. 
 
ભારતની આ લોર્ડ્સ પર 17 મેચોમાં બીજી જીત છે. આ પહેલા ભારતે જૂન 1986માં કપિલ દેવની આગેવાની હેઠળ પાંચ વિકેટથી જીત મેળવી હતી. એટલુ જ નહી ભારતે  વિદેશી જમીન પર 15 મેચ પછી આ પરથમ જીત મેળવી છે.  જેનાથી તે પાંચ મેચોની શ્રેણીમાં  1-0 થી આગળ થઈ ગયુ છે. ભારતીય ટીમે વિદેશી જમીન પર આ પહેલા છેલ્લી જીત જૂન 2011માં વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ કિંગ્સટનમાં નોંધાવી હતી. સવારે પિચ પર બહરે રોલર ચલાવી દેવથી પિચનો મિજાજ થોડો બદલાય ગયો હતો અને તેમા ઈશાંતની શોર્ટપિચ બોલિંગની રણનીતિ કારગર સાબિત થઈ. ઈગ્લેંડે સવારે ચાર વિકેટ પર 105 રનથી આગળ રમવાનુ શરૂ કર્યુ. ઈગ્લેંડના બેટ્સમેન જો રૂટ(66) અને મોઈન અલી (39) જ્યારે ભારત માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા હતા ત્યારે ઈશાંતે ભારતને મેચમાં કમબેક કરાવ્યુ. 
 
આ ઝડપી બોલરે પોતાની શોર્ટ પિચ બોલિંગનો સારો ઉપયોગ કરીને લંચ પહેલાની છેલ્લી બોલ પર મોઈનને આઉટ કર્યા બાદ બીજા સત્રના શરૂઆતમાં સાત બોલની અંદર રૂટ સહિત ત્રણ બેટસમેનોને પેવેલિયન મોકલીને ભારતની જીત સુનિશ્ચિત કરી દીધી. 
 

Share this Story:

Follow Webdunia gujarati