Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંગુલીએ મોડેથી પહોંચવાનું રહસ્ય ખોલ્યું

ગાંગુલીએ મોડેથી પહોંચવાનું રહસ્ય ખોલ્યું

ભાષા

કોલકાતા , શુક્રવાર, 31 જુલાઈ 2009 (11:56 IST)
ભૂતપૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ 2001 ની ઘરેલૂ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન સ્ટીવ વૉને ટોસ માટે રાહ જોવડાવાના રહસ્યનો લગભગ આઠ વર્ષ બાદ ખુલાસો કર્યો છે. પોતાના નવા ટીવી રિયલિટી શો 'દાદાગિરી અનલિમિટેડ' માં ભાગીદારોં સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તે જાણીજોઈને મોડેથી પહોંચ્યાં ન હતાં.

તેમણે કહ્યું કે, આ પરંપરા છે કે, બન્ને ટીમોના કપ્તાન ટોસ માટે જતી વેળાએ ટીમ બ્લેજર પહેરીને જાય. એ દિવસે હું મારુ બ્લેજર લાવ્યો ન હતો અને તેને લાવવામાં સમય લાગી ગયો. આ જ કારણ હતું કે, હું ટોસ માટે મોડેથી પહોંચ્યો હતો.

ભારતે 2001 ની એ ઐતિહાસિક શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવીને તેને સતત 16 ટેસ્ટ મેચ જીતવાના અભિયાન પર રોક લગાવી હતી. ટોસની ઘટના માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાને ગાંગુલીની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ગાંગુલીએ જાણી જોઈને મોડું કર્યું હતું.

આ શ્રેણી દરમિયાન બન્ને ભૂતપૂર્વ કપ્તાનો વચ્ચેના સંબંધો ખરાબ હતાં અને ગાંગુલીના મોડા પહોંચવાથી તેમાં વધુ તરાડ પહોંચી હતી. વાએ પોતાની આત્મકથા 'આઉટ ઑફ માઇ કમ્પર્ટ જોન' માં પણ ગાંગુલીની આલોચના કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati