Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોમેડીયને મજાક ઉડાવતા પાક. ખેલાડીઓ નારાજ

કોમેડીયને મજાક ઉડાવતા પાક. ખેલાડીઓ નારાજ
, સોમવાર, 28 મે 2012 (11:05 IST)
P.R
એક સમારોહમાં કોમિડીયને મજાક ઉડાવતા પાકિસ્તાન ટીમના સીનિયર ક્રિકેટરો ગુસ્સે થયા હતા. ટીમનો કેપ્ટન મિસ્બાહ ઉલ હક, શાહદિ આફ્રિદી અને ઉમર અકમલે બોર્ડના અધિકારીઓને આ મામલે નારાજરી વ્યક્ત કરી હતી.

પીસીબીએ બાંગ્લાદેશમાં રમાયેલા એશિયા કપ જીતનાર ટીમના સન્માન કરવાના ભાગરૂપે એક સમારોહનું આયોજન કર્યું હતું. તો ટીમના મીડિયા મેનેજર નદિમ સરવરે આ મામલાને ઠંડો પાડતા કહ્યું હતું કે ટીમના ખેલાડીઓ નારાજ નથી.

સરવરે કહ્યું હતું કે તેને ખેલાડો સાથે ડિનર લીધુ હતું ત્યારે તેઓ હસી-મજાકના મૂડમાં હતા. તો સુત્રોથી પ્રાપ્ત થથી માહિતી અનુસાર મિસ્બાહ અકમલ અને આફ્રિદી નારાજ થવાના કારણે સમારોહ છોડીને ચાલ્યા ગયા હતા. સુત્રોએ જણાવ્યું હતું કે સમારોહમાં કોમેડિયને ક્રિકેટરોની મજાક ઉડાવી હતી એટલે તેઓ નારાજ થઈ ગયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati