Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોઈ ભારતીય મારો રેકોર્ડ તોડે એવી ઈચ્છા : સચિન

કોઈ ભારતીય મારો રેકોર્ડ તોડે એવી ઈચ્છા : સચિન

ભાષા

ગ્વાલિયર , ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2010 (15:19 IST)
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વન-ડેમાં બેવડી સદી ફટકારીને એક ઈતિહાસ સર્જ્યો છે. મંગળવારના રોજ સચિને આશા પ્રગટ કરી છે કે તેનો રેકોર્ડ અન્ય કોઈ દેશનો નહીં પરંતુ એક ભારતીય ખેલાડી જ તોડે.

છેલ્લાં ચાર દશકામાં વન-ડેમાં બેવડી સદી ફટકારનાર સચિન પહેલો બેટ્સમેન બન્યો છે. તેંડુલકરે કહ્યું હતું કે, કોઈ પણ રેકોર્ડને તોડી શકાય છે. રેકોર્ડ તૂટવા માટે જ બનતા હોય છે. મારો રેકોર્ડ એક ભારતીય તોડે તેવી ઈચ્છા લિટલ માસ્ટરે પ્રગટ કરી છે.

સચિનના નામે મોટા ભાગના ક્રિકેટ રેકોર્ડ છે. વધુમાં સચિને કહ્યું હતું કે, તે ક્યારેય રેકોર્ડ માટે રમતો નથી. તે ફક્ત પોતાની ખુશી માટે અને રમત પ્રત્યેની ધગશને કારણે રમે છે. તેણે રેકોર્ડ તોડવા માટે ક્યારેય ક્રિકેટની રમત રમી નથી. જો કે અત્યારે તે ઘણો જ ખુશ છે.

Share this Story:

Follow Webdunia gujarati