Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એશેજ જેવો જ પડકાર છે ભારતીય શ્રેણી - સ્ટ્રાસ

એશેજ જેવો જ પડકાર છે ભારતીય શ્રેણી - સ્ટ્રાસ
, શુક્રવાર, 15 જુલાઈ 2011 (14:26 IST)
ઈગ્લેંડના ટેસ્ટ કપ્તાન એંડ્ર્યૂ સ્ટ્રાસે એ કહ્યુ કે ભારતની સાથે થનારી શ્રેણી એશેજ જેવી જ પડાકારરૂપ રહેશે.

પરંતુ તેમને વિશ્વાસ છે કે ઘરેલુ પરિસ્થિતિઓમાં તેમની ટીમ દુનિયાની નંબર એક ટીમને હરાવવામાં સફળ રહેશે. સ્ટ્રાસ એ કહ્યુ, ભારત વિરુદ્ધ આ શ્રેણી નિશ્ચિત રૂપે એશેજના જેવી જ પડકારરૂપ છે. મને લાગે છે કે અમને ઘરેલુ પરિસ્થિતોમાં રમવાનો ફાયદો મળશે.'

તેમણે કહ્યુ , 'અમને આશા છે કે અમે અમારી ધરતી પર કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ અને આવુ થવુ પણ જોઈએ કારણ કે ખુદના મેદાન પર રમવાનો ફાયદો મળે છે. પરંતુ ભારતએ છેલ્લા બે વર્ષ જે કંઈ કર્યુ છે તેને જોતા કહી શકાય છે કે તે આત્મવિશ્વાસથી ભરપૂર છે.'

ભારત અને ઈગ્લેંડ વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણી લોર્ડસમાં 21 જુલાઈથી શરૂ થશે. સ્ટ્રાસએ કહ્યુ કે દુનિયાની નંબર એક ટીમનો સામનો કરવો પણ સારુ પ્રદર્શન કરવા માટે સૌથી મોટો પડકાર રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati