Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે ક્યા ગઈ દેશભક્તિ ? ભારત-પાકિસ્તાન મેચને પ્રમોટ કરીને ફંસાયા સહવાગ

Virender Sehwag
, મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025 (16:10 IST)
એશિયા કપ 2025 ની ઉંઘી ગણતરી શરૂ થઈ ગઈ છે. ટી20 ફોર્મેટમાં આયોજીત થઈ રહેલ આ ટુર્નામેન્ટની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થશે. ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવને કારણે એશિયાના સૌથી મોટા ક્રિકેટ ઈવેંટના આયોજન પર શંકા હતી. જો કે એશિયન કાઉંસિલ (ACC) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બધી પરેશાનીઓથી છુટકારો મેળવતા આ ટૂર્નામેંટના સફળ આયોજનની તૈયારીઓ કરી લીધી છે.  એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે થનારી ભારત-પાકિસ્તાન મેચનો રસ્તો સરળ થઈ ગયો છે. ભારત સરકાર સરકાર તરફથી મંજુરી મળી ગઈ છે. જેની આલોચના થઈ રહી છે.  
 
લોકો કહે છે કે આપણે પહેલગામ આતંકવાદી હુમલો ભૂલ્યા નથી. પાકિસ્તાનનો દરેક મોરચે બહિષ્કાર કરવો જોઈએ. આ દરમિયાન, એશિયા કપના સત્તાવાર પ્રસારણકર્તા, સોની સ્પોર્ટ્સ નેટવર્કે તાજેતરમાં ભારત-પાકિસ્તાન મેચનો પ્રોમો રિલીઝ કર્યો છે, જેનાથી લોકો ગુસ્સે થયા છે. પ્રોમોમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ પણ જોવા મળી રહ્યા છે. સેહવાગે હંમેશા પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે, પરંતુ લોકો તેને ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચનો પ્રચાર કરતા જોઈને ગુસ્સે છે. સોશિયલ મીડિયા પર સેહવાગની આકરી ટીકા થઈ રહી છે.
 
પૈસા માટે દેશભક્તિ ભૂલી ગયા?
22 એપ્રિલના રોજ, પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા. આ પછી, ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી. પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. આતંકવાદના આશ્રયસ્થાન પાકિસ્તાને તેને પોતાના પર હુમલો માન્યું અને ડ્રોન હુમલા શરૂ કર્યા, જેના માટે તેને ભારત તરફથી યોગ્ય જવાબ મળ્યો. બંને દેશો વચ્ચે 3 દિવસ સુધી લશ્કરી સંઘર્ષ ચાલુ રહ્યો. 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી.

 
 ઓપરેશન સિંદૂર પછી સેહવાગે પાકિસ્તાનના હુમલાની ટીકા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'પાકિસ્તાન પાસે ચૂપ રહેવાનો વિકલ્પ હતો ત્યારે તેણે યુદ્ધનો માર્ગ પસંદ કર્યો. તેણે પોતાની આતંકવાદી સંપત્તિ બચાવવા માટે યુદ્ધ શરૂ કર્યું, આ તેના વિશે ઘણું બધું કહે છે. આપણા સૈનિકો તેમને  યોગ્ય જવાબ આપશે, એવો જવાબ જે પાકિસ્તાન ક્યારેય ભૂલી નહી શકે.'
 
એશિયા કપના પ્રમોશનલ વીડિયોમાં દેખાયા પછી, સેહવાગનું આ ટ્વીટ વાયરલ થયું છે. તેમના પર પૈસા સામે ઝુકવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે સેહવાગ સાહેબ સાબિત કરી રહ્યા છે કે દેશભક્તિ ત્યાંથી સમાપ્ત થાય છે જ્યાં જાહેરાતના પૈસા શરૂ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નર્સરીથી ૧૨મા ધોરણ સુધીની તમામ બોર્ડ સ્કૂલોમાં રજા જાહેર, વીજળી પડવાથી ૭ લોકોના મોત, એલર્ટ જારી