rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vijay Hazare Trophy: વિરાટ કોહલીએ લિસ્ટ A ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને રચ્યો ઈતિહાસ, ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

Virat Kohli
, શુક્રવાર, 26 ડિસેમ્બર 2025 (12:55 IST)
Virat Kohli World record: 15  વર્ષ પછી વિજય હજારે ટ્રોફી રમી રહેલા વિરાટ કોહલીએ પહેલી મેચમાં સદી અને બીજી મેચમાં અડધી સદી ફટકારી. કિંગ કોહલીએ ફરી ઘણા રેકોર્ડ બનાવ્યા અને સોશિયલ મીડિયા પર તેના કારનામા જોનારા લોકોનો ધસારો જોવા મળ્યો. વિરાટ કોહલીએ શુક્રવારે ગુજરાત સામે 29  બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 61  બોલમાં 77  રનની ઈનિંગ રમી અને 13 ચોગ્ગા અને 1  સિક્સર ફટકારીને આ ઈનિંગને વિસ્ફોટક બનાવી. વિરાટે 77  રનની ઈનિંગ રમી અને લિસ્ટ એ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં પણ સફળ રહ્યો.
 
કિંગે ફરી પહેર્યો વર્લ્ડ રેકોર્ડનો તાજ 
વિરાટ કોહલીએ તેની344 મી લિસ્ટ એ મેચમાં 58 સદી અને 85  અડધી સદી ફટકારી છે. વિરાટના હવે લિસ્ટ એ ક્રિકેટમાં 16,207 રન છે. નોંધપાત્ર વાત એ છે કે, તેની 85 મી હાફ સેંચુરી સાથે, તેણે માઈકલ બેવનના સૌથી વધુ સરેરાશના રેકોર્ડને તોડી નાખ્યો છે. ક્રિકેટ ફેંસે તરત જ નિર્દેશ કર્યો કે વિરાટની બેટિંગ સરેરાશ હવે 57.87 પર પહોંચી ગઈ છે, જે લિસ્ટ એ ક્રિકેટમાં માઈકલ બેવનના  57.86 રનને વટાવી ગઈ છે.
 
લિસ્ટ A માં બેટિંગ સરેરાશના મામલામાં ટૉપ પર વિરાટ છે તો ટૉપ 10 માં 4 ભારતીય ધુરંધર  
બેટિંગ ટીમ સરેરાશ
વિરાટ કોહલી  ભારત   57.86
માઈકલ બેવન  ઓસ્ટ્રેલિયા 57.86
સૈમ હૈન ઈગ્લેંડ 57.76
શાન મસૂદ પાકિસ્તાન 57.13
ચેતેશ્વર પુજારા ભારત 57.01

જો કે આ લિસ્ટમાં ટૉપ 10 મા વિરાટ અને પુજારા સહિત ભારતના પૃથ્વી શૉ અને ઋતુરાજ ગાયકવાડના નામ પણ સામેલ છે. એટલે કે 10 માંથી 4 ભારતીય ખેલાડી ટૉપ 10 માં ચમકતા જોવા મળે છે.   
 
ગંભીર ફરી થવા લાગ્યા ટ્રોલ  
એક વધુ ખાસ વાત એ છે કે તાજેતરના દિવસોમાં જ્યારે પણ વિરાટ કોહલી કે રોહિત શર્મા રન બનાવે છે ટીમ ઈંડિયાના કોચ ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા જોવા મળે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સદી ચુક્યા વિરાટ કોહલી, છતા પણ કરી ધુંઆધાર બેટિંગ, બનાવી દીધા આટલા રન