ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવા રવાના થયા તેના એક દિવસ પહેલા ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રાહુલ દ્રવિડે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટનશિપ વિવાદ બાદ વિરાટ કોહલી પહેલીવાર જાહેરમાં દેખાયો અને મીડિયા સાથે વાત કરી. 8 ડિસેમ્બરના રોજ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાતની સાથે, વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને નવો કેપ્ટન બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી બીસીસીઆઈના આ નિર્ણય પર વિવાદ થયો હતો.
દરમિયાન, રોહિત શર્મા ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર હોવાના સમાચાર આવ્યા હતા અને તેની સાથે કેટલાક અહેવાલો એવો દાવો કરવા લાગ્યા હતા કે વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI શ્રેણીમાં નહીં રમે, કારણ કે તેણે આરામની માંગ કરી છે. આને લઈને પણ વિવાદ ચાલુ છે અને આ બધા વિવાદો વચ્ચે કોહલીએ પહેલી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
Virat Kohli Press Conference Updates:
ODI સિરીઝ પર - વિરાટ કોહલીએ કહ્યું છે કે તે ODI સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. કોહલીએ કહ્યું છે કે તે શરૂઆતથી જ ODI શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ હતો અને તેના ન રમવાના અહેવાલો ખોટા હતા. કોહલીએ કહ્યું કે તેણે ન તો કોઈ પ્રકારનો આરામ માંગ્યો છે અને ન તો તે અંગે બીસીસીઆઈ સાથે વાત કરી છે. કોહલીએ કહ્યું કે ભૂતકાળમાં તેના વિશે ઘણા સમાચાર પ્રકાશિત થયા હતા, પરંતુ તે પણ ખોટા સાબિત થયા હતા.
Pro Kabaddi League 2021-22 નો શેડ્યુલ અને ટાઈમ ટેબલ
ODI સિરીઝ પર - વિરાટ કોહલીએ કહ્યું છે કે તે ODI સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. કોહલીએ કહ્યું છે કે તે શરૂઆતથી જ ODI શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ હતો અને તેના ન રમવાના અહેવાલો ખોટા હતા. કોહલીએ કહ્યું કે તેણે ન તો કોઈ પ્રકારનો આરામ માંગ્યો છે અને ન તો તે અંગે બીસીસીઆઈ સાથે વાત કરી છે. કોહલીએ કહ્યું કે ભૂતકાળમાં તેના વિશે ઘણા સમાચાર પ્રકાશિત થયા હતા, પરંતુ તે પણ ખોટા સાબિત થયા હતા.
ODI કપ્તાની છિનવાઈ જતા - વિરાટ કોહલીએ કહ્યુ છે કે તેમણે કપ્તાની પદ પરથી હટાવવાને લઈને પહેલા કશુ જણાવ્યુ નહોતુ. પરંતુ તેમને આ નિર્ણય સામે કોઈ વાંધો નથી. કોહલીએ કહ્યુ સેલેક્શન કમિટીની બેઠકથી દોઢ કલાક પહેલા મારી સાથે સંપર્ક કરવામાં આવ્યો. ચીફ સિલેક્ટરે ટેસ્ટ ટીમની ચર્ચા કરી. પછી મીટિંગ ખતમ થતા પહેલા મને બતાવ્યુ કે હુ ODI કપ્તાન નહી રહુ અને મને કોઈ પરેશાની નહોતી. પણ પહેલા કોઈ માહિતી નહોતી આપવામાં આવી.
જડેજા ઘાયલ થતા - આપણે સૌ જડેજાની કાબેલિયત વિશે જાણીએ છે અને તેમની કમી રહેશે. પણ અમારી બેંચ સ્ટ્રેંથ ખૂબ સારી છે. અમે નિશ્ચિત રૂપથી તેમને મિસ કરીશુ. પણ મને વિશ્વાસ છે કે આ (સીરીઝના પરિણામ માટે) નિર્ણાયક ફેક્ટર નહી હોય.
રોહિતનુ ઘાયલ થવુ - ભારતીય ટીમને ટેસ્ટ મેચમાં રોહિતના અનુભવની કમી લાગશે. સાથે જ આ મયંક પાસે પોતાનો અનુભવ બતાવવાની તક છે.
સૌરવ ગાંગુલીના નિવેદન પર - BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તાજેતરમાં કહ્યુ હતુ કે તેમને કોહલીને ટી20 કપ્તાની ન છોડવાનુ કહ્યુ હતુ, પરંતુ કોહલીએ તેનુ ખંડન કર્યુ છે. કોહલીએ કહ્યુ, જ્યારે મે ટી20 ની કપ્તાનીને લઈને બીસીસીઆઈ સાથે વાત કરી તો તેમણે તેને પોઝીટીવલી લીધુ. તેને પ્રોગ્રેસિવ પગલુ બતાવ્યુ. મને ક્યારેય નથી કહેવામાં આવ્યુ કે ટી20ની કપ્તાની ન છોડશો.
રોહ્તિ સાથે વિવાદ પર - રોહિત શર્મા સાથે વિવાદ પર પણ કોહલીએ સફાઈ આપી. કોહલીએ કહ્યુ, મારા અને રોહિત વચ્ચે કશુ પણ નથી. હુ અઢી વર્ષથી આ બધુ બોલીને થાકી ચુક્યો છુ. હુ જે પણ ઈચ્છુ છુ કે કરીશ, તે ટીમને નીચ કરવા માટે નહી હોય. મારા અને રોહિત વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી.
પોતાની કપ્તાની પર - ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈંડિયાની પોતાની કપ્તાનીને લઈને કોહલીએ કહ્યુ, 'મે ભારતની કપ્તાની કરવા પર હંમેશા ગર્વ અનુભવ્યો છે. મે મારુ સર્વશ્રેષ્ઠ આપ્યુ છે. સારુ કરવાની મારી પ્રેરણા ક્યારેય ઓછી નહી થાય. કપ્તાનીને લઈને એક જ વાત કહીશ કે હુ આ કામને લઈને ખૂબ જ ઈમાનદાર રહ્યો છુ. બેટિંગ ક્યારેય નહી જાય