Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અઢળક કમાણી કરનાર વિરાટ કોહલીએ ભર્યો કરોડોનો ટેક્સ

virat kohli
, ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2024 (10:55 IST)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અસ્થાયી વિરામ પર છે. શ્રીલંકા પ્રવાસ બાદ વિરાટ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તે એક ખાસ કારણથી સમાચારમાં આવ્યો છે. વાસ્તવમાં, ફોર્ચ્યુન ઇન્ડિયા દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે જેમાં તે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સ્પોર્ટ્સ પર્સન બની ગયો છે.
 
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પોતાની રમતની સાથે સાથે કમાણીના મામલે પણ ટોપ પર છે. ક્રિકેટ સિવાય વિરાટ કોહલી અલગ-અલગ સ્ત્રોતોથી ઘણી કમાણી કરી રહ્યો છે, જેમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની સાથે તેણે અલગ-અલગ કંપનીઓમાં મોટું રોકાણ કર્યું છે.  તેથી જ તેઓ ભારત સરકારને ટેક્સ તરીકે મોટી રકમ ચૂકવે છે. હાલમાં જ ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનારા ખેલાડીઓની યાદી છે અને તેમાં વિરાટ કોહલી ટોપ પર છે.
 
કમાણીના મામલામાં પણ ચેમ્પિયન છે વિરાટ કોહલી 
ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ બેટ્સમેન મેદાન પર તો ચેમ્પિયન છે જ સાથે જ કમાણીના મામલે પણ તે ટોપ પર છે. વિરાટ કોહલીની બીસીસીઆઈ અને આઈપીએલ તરફથી મળનારી સેલેરી ઉપરાંત જુદી બ્રાંડ માટે જાહેરાતથી પણ કરોડોમાં કમાણી કરે છે. આ જ કારણ છે કે તેમનુ કુલ નેટવર્થ 1050 કરોડથી પણ વધુ થઈ ગયુ છે.  દર વર્ષે મોટી કમાણી કરવાને કારણે વિરાટ કોહલીએ હવે ટેક્સના મામલે સૌને પાછળ છોડી દીધા. ફોર્ચ્યુન ઈંડિયાની રિપોર્ટ મુજબ વિરાટ કોહલી આ વખતે 66 કરોડનો ટેક્સ ભર્યો છે. આ રીતે વિરાટ કોહલી સૌથી વધુ ટેક્સ આપનારા સ્પોર્ટ્સ પર્સન બની ગયા છે. 
 
આ મામલે મહેન્દ્ર સિંહ ધોની પણ પાછળ નથી  
ટેક્સ ભરવાના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોઈથી ઓછા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ તેની કમાણી રોકેટની ઝડપે વધી રહી છે. ક્રિકેટના મેદાન પર ધોનીની ચતુરાઈ આખી દુનિયાએ જોઈ છે, પરંતુ તે ક્રિકેટર હોવા ઉપરાંત એક સારો બિઝનેસમેન પણ બની ગયો છે. આ જ કારણ છે કે આજે તેમની નેટવર્થ રૂ. 1000 કરોડને પાર કરી ગઈ છે. આ જ કારણ છે કે ધોનીએ આ વર્ષે કુલ રૂ. 38 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે અને વિરાટ પછી સૌથી વધુ ટેક્સ ચૂકવનાર બીજો સ્પોર્ટ્સ પર્સન બન્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોલીસે લાંચ આપવાની કોશિશ કરી, કલકત્તા રેપ મર્ડર પીડિતાના માતાપિતાનો દાવો