Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Instagramના બાદશાહ નીકળ્યા વિરાટ કોહલી, એક ફોટો પોસ્ટ કરીને કમાવે છે 81 લાખ રૂપિયા

Instagramના બાદશાહ નીકળ્યા વિરાટ કોહલી, એક ફોટો પોસ્ટ કરીને કમાવે છે 81 લાખ રૂપિયા
, ગુરુવાર, 26 જુલાઈ 2018 (12:34 IST)
બદલતા સમય સાથે સોશિયલ મીડિયા પણ સશક્ત રૂપે ઉભરી આવ્યુ છે. પહેલા જ્યા તેનો ઉપયોગ ફક્ત ફોટો વીડિયો પોસ્ટ કરવા માટે કરવામાં આવતો હતો હવે તેનો ઉપયોગ કમાણીના હેતુથી પણ કરવામાં આવે છે.  અનેક કંપનીઓ પોતાના બ્રૈંડની જાહેરાત માટે એક્ટર્સ, મોડલો અને ખેલાડીઓના સોશિયલ મીડિયા પોસ્ટની મદદ લઈ રહ્યા છે. 
webdunia
ઈંસ્ટાગ્રામ પોસ્ટ શેડ્યૂલ કરનારા પ્લેટફોર્મ HopperHQ એ 2018માં ઈંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા મોટી કમાણી કરનારા સેલિબ્રિટિઝની લિસ્ટ રજુ કરી છે. જ્યા ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીએ  ઈંસ્ટાગ્રામ સ્પોર્ટ્સ રિચ લિસ્ટમાં નવમુ સ્થાન મેળવ્યુ છે. એક રિપોર્ટ પ્રમાણે કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી આશરે 80 લાખ રૂપિયાની કમાણી કરે છે ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના 23.2 મિલિયન ફોલોઅર્સ છે. લગ્ન બાદ ઇંસ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યામાં 32 લાખનો વધારો થયો છે. 
webdunia
આ સાથે જ તેમણે અમેરિકી બાસ્કેટબોલ સુપરસ્ટાર સ્ટીફન કરી અને રિટાયર્ડ મુક્કેબાજ ફ્લૉયડ મેવેદરને પાછળ છોડ્યા છે.  આ યાદીમાં ફુટબોલ મેગાસ્ટર પુર્તગાલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી ઉપર છે. જ્યારે કે બ્રાઝિલી ફુટબોલર નેમાર બીજા નંબર પર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સગા પિતાએ નદીમાં ફેંકી દીધેલા પુત્રનો મૃતદેહ 10માં દિવસે આવી હાલતમાં મળ્યો