Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ENGના વિરુદ્ધ વિરાટ બન્યા ટીમ ઈંડિયાના કપ્તાન, યુવરાજનું કમબેક

ENGના વિરુદ્ધ વિરાટ બન્યા ટીમ ઈંડિયાના કપ્તાન, યુવરાજનું કમબેક
, શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (16:52 IST)
ઈગ્લેંડ વિરુદ્ધ વનડે અને ટી20 શ્રેણી માટે વિરાટ કોહલીને ટીમ ઈંડિયાનુ નવુ કપ્તાન બનાવવામાં આવ્યુ છે. બીજી બાજુ સીનિયર ક્રિકેટર યુવરાજ સિંહની લાંબા સમય પછી ટીમમાં કમબેક કર્યુ છે.  વિરાટને વનડે અને ટી20 બંને ટીમોના કપ્તાન બનાવ્યા છે. બીજી બાજુ બે દિવસ પહેલા કપ્તાની છોડનારા એમએસ ધોનીએ પણ બંને ફોર્મેટની ટીમમા કમબેક કર્યુ છે. આ છે ટીમ ઈંડિયા... 
 
વનડે -  વિરાટ કોહલી(કપ્તાન), એમએસ ધોની, કેએલ રાહુલ, શિખર ધવન, મનીષ પાંડે, કેદાર જાધવ, યુવરાજ સિંહ, અજિક્ય રહાણે, હાર્દિક પડ્યા, આર. અશ્વિન, રવિન્દ્ર જડેજા, અમિત મિશ્રા, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ. 
 
ટી20 - વિરાટ કોહલી(કપ્તાન),એમએસ ધોની, મંદિપ સિંહ, કેએલ રાહુલ, યુવરાજ સિંહ, સુરેશ રૈના, રિષભ પંત, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, રવિન્દ્ર જડેજા, યુજવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશીષ નેહરા. 
 
2.5 કલાક મોડી શરૂ થઈ મીટિંગ 
 
- સિલેક્શન કમિટીની મીટિંગ મુંબઈમાં લગભગ અઢી કલાક પછી શરૂ થઈ. આ વાતને લઈને સસ્પેંસ હતુ કે સિલેક્ટર્સની મીટિંગ થશે કે નહી.  12.30 વાગ્યે થનારી મીટિંગ 3 વાગ્યે શરૂ થઈ. 
- ઉલ્લેખનીય છે કે પાંચમાંથે ત્રણ સિલેક્ટર્સ જ લોઢા પેનલની ભલામણોને પૂરી કરે છે. 2 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે બોર્ડ પ્રેસિડેંટ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી અજય શિર્કેને પદ પરથી હટાવી દીધા હતા. 
 
આ 5 ખેલાડી હતા ઘાયલ 
 
રોહિત શર્મા - ન્યૂઝીલેંડ શ્રેણી પછીથી જ ટીમમાંથી બહાર છે. હૈમસ્ટ્રિંગને કારણે પગની સર્જરી થઈ છે. 
અજિંક્ય રહાણે - ઈગ્લેંડ શ્રેણી દરમિયાન પ્રેકટિસ સેશનમાં આંગળી ફ્રેક્ચર થઈ ગઈ હતી. 
મોહમ્મદ શમી - ઘાયલ થવાને કારણે ઈગ્લેંડ વિરુદ્ધ અંતિમ બે ટેસ્ટ પણ ન રમી શક્યા. 
અક્ષર પટેલ - ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘાયલ થયા 
ઘવલ કુલકર્ણી - ન્યુઝીલેંડ શ્રેણીમાં ફક્ત 1 વનડે રમી શક્યા હતા. લાંબા સમયથી ઘાયલ છે. 
 
સુરેશ રૈના કમબેક ન કરી શક્યા  
 
- સુરેશ રૈના એક વર્ષથી પણ વધુ સમયથી વનડે ટીમમાંથી બહાર છે. તેમણે અંતિમ વનડે 25 ઓક્ટોબર 2015ના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. 
- ત્યારબાદ રૈનાને ન્યુઝીલેંડ વિરુદ્ધ 5 મેચોની વનડે શ્રેણી માટે પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પણ વાયરલ ફીવરને કારણે તેઓ એક પણ મેચ ન રમી શક્યા. 
 
વન ડે શ્રેણી શેડ્યૂલ 
 
પ્રથમ વનડે - 15 જાન્યુઆરી, પુણે 
બીજી વનડે - 19 જાન્યુઆરી કટક 
ત્રીજી વનડે - 22 જાન્યુઆરી કલકત્તા. 
 
ટી 20 શ્રેણીનો શેડ્યૂલ 
 
પ્રથમ ટી 20 26 જાન્યુઆરી કાનપુર 
બીજી ટી20 - 29 જાન્યુઆરી નાગપુર 
ત્રીજી ટી 20 - 1 ફેબ્રુઆરી બેંગલુરુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ઉત્સવો, ફ્લાવર શોની સાથે કાઈટ ફેસ્ટિવલની પણ મજા(જુઓ ફોટા)