rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અનુષ્કાની આ આદતથી પરેશાન છે વિરાટ

અનુષ્કા
, સોમવાર, 11 ડિસેમ્બર 2017 (14:25 IST)
વિરાટ અને અનુષ્કા હવે ઓફિશિયલી વિરુષ્કા બનવાના છે. દરેક બાજુ તેમની જ લવસ્ટોરીની ચર્ચા છે. હવે પ્રેમ બેમ સુધી તો ઠીક છે પણ શુ તમે જાણો છો કે અનુષ્કની  અનેક એવી વાતો છે જે વિરાટને ખૂબ જ નાપસંદ છે. આવુ અમે નથી કહી રહ્યા ખુદ વિરાતે આ વાતોનો ખુલાસો કર્યો હતો.. 
 
થોડા સમય પહેલા ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી એક ચૈટ શો ની શૂટિંગ માટે દિલ્હી પહોચ્યા હતા.  આ ચૈટ શો બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારના પ્રમોશન માટે હતા.. 
 
આ દરમિયાન કપ્તાન કોહલી અને આમિર ખાન વચ્ચે ઘણી વાતો થઈ હતી.  વાતો જ વાતોમાં આ ચૈટ શો દરમિયાન પણ અનુષ્કાને લઈને વિરાટની ફિલિંગ્સ સામે આવી હતી. 
 
ચૈટ શો દરમિયાન આમિરે વિરાટને પુછ્યુ હતુ કે તે પોતાની ગર્લફ્રેંડની એક સારી વાત અને કોઈ એક ખરાબ વાત બતાવો.. તેના પર કોહલીએ કહ્યુ કે તેમની ગર્લફ્રેંડની સૌથી સારી  વાત છે કે તે ખૂબ જ ઈમાનદાર અને કેયરિગ છે.  
 
જ્યારે ખામી બતાવવાની વાત આવી ત્યારે પણ વિરાટ ચૂપ ન બેસ્યા. વિરાટે કહ્યુ કે તેમને અનુષ્કાનુ નક્કી સમય કરતા મોડુ આવવુ બિલકુલ પસંદ નથી.  વિરાટે કહ્યુ કે તેમની ગર્લફ્રેંડ હંમેશા નક્કી કરેલ સમય કરતા મોડી આવે છે.. 
 
હવે જ્યારે બંનેના લગ્નની તારીખ પણ ફિક્સ થઈ ગઈ છે તો જોવાનુ એ છેકે અનુષ્કા બધુ કામ સમય પર પુરૂ કરી શકે છે કે નહી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંજુરી નહીં હોવા છતાં અમદાવાદમાં હાર્દિક પટેલનો રોડ શો, મોટી સંખ્યામાં પાટીદારો જોડાયાં