Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈંડિયાને મળ્યો નવો સ્પૉન્સર BYJU'S, બીસીસીઆઈએ OPPOને કહ્યુ બાય

ટીમ ઈંડિયાને મળ્યો નવો સ્પૉન્સર BYJU'S, બીસીસીઆઈએ  OPPOને કહ્યુ બાય
, શુક્રવાર, 26 જુલાઈ 2019 (15:42 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શૈક્ષણિક તકનીક અને ઓનલાઈન શિક્ષા પ્રદાન કરનારી કંપની BYJU'Sને ભારતીય ટીમના મુખ્ય પ્રાયોજક બનાવવાની સત્તાવાર ચોખવટ કરી છે. આ કંપની હવે ભારતીય ટીમને જર્સી પર મોબાઈલ બનાવનારી કંપની OPPOનું સ્થાન લેશે.  આ કંપની 5 સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 સુધી ભારતીય ટીમની સત્તાવાર પ્રાયોજક રહેશે.   
 
BYJU'S હવે સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ થનારી ઘરેલુ શ્રેણીમાંથી ભારતીય ટીમની જર્સી પર દેખાશે. બીસીસીઆઈએ સીઈઓ રાહુલ જોહરીએ BYJU'S ને ભારતીય ટીમની સત્તાવાર મુખ્ય પ્રાયોજક બનવાની જાહેરાત કરતા કહ્યુ, 'ભારતીય ટીમ સાથે જોડાયેલા રહેવા માટે બીસીસીઆઈ તરફથી હુ OPPO નો આભાર માનુ છુ. ભારતીય ટીમના નવા પ્રાયોજક બનવા પર હુ BYJU'S ને શુભેચ્છા પાઠવુ છુ.  ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે બીસીસીઆઈ અને  BYJU હવે સાથે મળીને કામ કરશે. 
 
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ કે આ ડીલમાં બીસીસીઆઈને એટલી જ રકમ મળશે જેટલી  OPPO કંપની આપી રહી હતી. તેમા તેને કોઈ ખોટ થવાની નથી. આ ડીલ 31 માર્ચ 2022 સુધી ચાલશે.  ઉલ્લેખનીય છે કે  BYJU'Sની સ્થાપના કેરલના ઉદ્યમી બાયજૂ રવિંદ્રને કરી છે.  જેની વર્તમન કિમંત 38 હજાર કરોડ રૂપિયાની છે. 
 
બીજી બાજુ  BYJU'Sના સીઈઓ બાઈજૂ રવિદ્રને કહ્યુ, "ભારતીય ટીમના પ્રાયોજક બનવા પર મને ગર્વ છે. એક લર્નિગ કંપનીના રૂપમાં  BYJU'S હંમેશાથી બાળકોના વિકાસમાં મદદ કરે છે.  ભારતમાં કરોડો લોકો ક્રિકેટથી પ્રભાવિત છે અને અમે આશા કરીએ છીએ કે દરેક બાળક હવે તેનાથી પ્રભાવિત થશે.' 
 
ભારતીય ટીમની જર્સી પર વેસ્ટઈંડિઝ પ્રવાસ સુધી OPPOનો લોગો રહેશે. વેસ્ટઈંડિઝ પ્રવાસ 3 ઓગસ્ટથી શરૂ થશે અને બે સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. દક્ષિણ આફ્રિકા 15 સપ્ટેમ્બરથી ભારતનો પ્રવાસ કરશે અને આ શ્રેણી સાથે મેજબાન ટીમની જર્સી પર લાગેલો લોકો પણ બદલાય જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

થઈ ગઈ જાહેરાત- હવે ઓપો નહી ટીમ ઈંડિયાની જર્સી પર જોવાશે બાયજૂસનો નામ