Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીમ ઈંડિયાની જર્સી પરથી હટશે 'સ્ટાર', મળશે નવો સ્પૉન્સર

ટીમ ઈંડિયાની જર્સી પરથી હટશે 'સ્ટાર', મળશે નવો સ્પૉન્સર
, મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (15:52 IST)
ભારતીય ટીમના મુખ્ય સ્પોંસર સ્ટાર ઈંડિયાબે બીજીવાર સ્પોંસરશિપ માટે બોલે ન લગાવી. સ્ટારનો આ કરાર માચ મહિનામાં ખતમ થઈ રહ્યો છે. મતલબ સ્પષ્ટ છે કે ટીમ ઈંડિયાની જરસી પર હવે સ્ટારને બદલે કોઈ નવુ નામ જોવા મળશે. 
 
ટાઈમ્સ ઓફ ઈંડિયાને આપેલ ઈંટરવ્યુ મુજબ સ્ટાર ઈંડિયાના સીઈઓ ઉદય શંકરે કહ્યુ છે કે અમને ટીમ ઈંડિયા સાથે જોડાયેલા રહેવાનુ ગર્વ છે. પણ વર્તમાન પરિસ્થિતિને જોતા અમે બીજી વાર લીલામીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે   તેમણે બીસીસીઆઈ અને આઈસીસીમાં સતત થઈ રહેલ ટક્કરને આ નિર્ણયનો મુખ્ય મુદ્દો બતાવ્યો.  તેમણે જણાવ્યુ કે તેની અસર ભવિષ્યમાં રમત પર પણ થઈ શકે છે. 
 
 
બીસીસીઆઈ અને સ્ટાર ઈંડિયાની વચ્ચે કરાર આ વર્ષના માર્ચ મહિનામાં પુરો થશે. આશા એવી સેવવામાં આવી રહી છે કે ચેમ્પિયન ટ્રોફી પહેલા ટીમ ઈંડિયાને નવો સ્પોન્સર મળી શકે છે. ચેમ્પિયન ટ્રૉફી 1 જૂનથી ઈંગ્લેંડમાં શરૂ થવા જઈ રહી છે. સ્ટાર ઈંડિયા વર્ષ 2013થી ટીમ ઈંડિયા સાથે જોડાયું હતું. તેને જોતા બીસીસીઆઈએ નવા સ્પૉન્સરશિપ શોધવાનું શરૂ કરી દીધું છે. જે કંપની સ્પૉન્સરશિપ મેળવશે તે કંપનીનો લોગો ભારતની પુરુષ, મહિલા અને જૂનિયર ક્રિકેટ ટીમની જર્સીમાં જોવા મળશે.
 
4 બજાર વિશેષજ્ઞોનું માનીએ તો ઘણી ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ ટીમ ઈંડિયાની જર્સીની સ્પૉન્સરશિપ મેળવવા માટે આતુર છે. જેમાં પેટીએમ સૌથી આગળ ચાલુ રહ્યું છે. પેટીએમ હાલ બીસીસીઆઈનું ટાઈટલ સ્પૉન્સર છે. આ સંબંધોને કારણે તે ટીમ ઈંડિયાની જર્સીની સ્પૉન્સરશિપ મેળવી શકે છે. જ્યારે રિલાયંસ પોતાની મોબાઈલ સર્વિસ જીયોની સાથે સ્પૉન્સરશિપની દોડમાં જોડાઈ શકે છે. તેના સિવાય ગત વખતે સ્પૉન્સરશિપની દોડમાં સ્ટારના મુકાબલો કરી રહેલા આઈડિયા સેલુલર પણ દોડમાં આવી શકે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ શાકવાળો તમને 1 રૂપિયામાં આપશે 1 કિલો ફળ અને શાક