Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

INDvsAUS
, શુક્રવાર, 22 નવેમ્બર 2024 (16:53 IST)
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પહોચીને વિરોધી ટીક પર તેના ઘરમાં પહેલી જ ટેસ્ટમાં હુમલો બોલ્યો છે. આશા કરવામાં આવી રહી હતી કે ઓસ્ટ્રેલિયાઈ ટીમ પોતાના ઘરમાં રમશે તો ટીમ ઈન્ડિયા પર દબાણ નાખશે. પણ તેનાથી ઉંઘુ દેખાય રહ્યુ છે.  ભારતીય ટીમ બેટિંગ માં તો વધુ કશુ કરી શકી નહી પણ જ્યરે બોલિંગનો ટાઈમ્ આવ્યો તો ભારતે પોતાની શાનદાર રમતનુ પ્રદર્શન કર્યુ. જે દિવસ ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના ઘર આંગણે 8 વર્ષથી જોયો નહોતો તે આજે ભારત સામે જોવો પડ્યો.  આ એક રીતે ઓસ્ટ્રેલિયા માટે શરમજનક દિવસ છે.  
 
જસપ્રીત બુમરાહે કર્યો બેટિંગનો નિર્ણય 
ભારતીય ટીમના કપ્તાન જસપ્રીત બુમરાહે આજે ટોસ જીત્યો અને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો.  જ્યારે ભારતીય ટીમ નાના સ્કોર પર આઉટ થઈ ગઈ ત્યારે એવું લાગી રહ્યું હતું કે બુમરાહનો નિર્ણય ખોટો પડ્યો છે. પરંતુ જ્યારે ભારતીય બોલિંગમાં આગ લાગી ત્યારે લાગતું હતું કે બુમરાહ સાચો હતો. એક બાજુ ભારતીય ટીમ માત્ર 150 રન બનાવી શકી હતી, તો એહ  ઓસ્ટ્રેલિયાએ 40 રન બનાવતા પહેલા જ તેની 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પણ ઓસ્ટ્રેલિયાની વિકેટો પડતી રહી.
 
40 રન પહેલા ઓસ્ટ્રેલિયાએ ગુમાવી 5 વિકેટ 
વાત જો આંકડાની કરીએ તો વર્ષ 1980થી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાઈ ટીમ સાથે આવુ બીજીવાર થયુ છે જ્યારે ટીમ પોતાના ઘરમાં જ ટેસ્ટ મેચ રમી રહી છે અને આ પહેલા 5 વિકેટ 40 રન બનવાથી પહેલા જ ચાલ્યા ગયા હોય. આ પહેલા વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકાએ પણ આવું જ કર્યું હતું. તે મેચમાં સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયન ટીમે સંપૂર્ણપણે આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારબાદ હોબાર્ટમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 17 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતની સામે ઓસ્ટ્રેલિયાએ 38 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી છે. દરમિયાન, ટીમનો સ્કોર 50 રન સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તેની છઠ્ઠી વિકેટ પણ પડી ગઈ હતી.
 
 
 
બુમરાહે પહેલી જ ઓવરથી કર્યો હુમ
ટીમ ઈન્ડિયાની બોલિંગ શરૂ થઈ ત્યારે જસપ્રીત બુમરાહે નેતૃત્વ સંભાળ્યું હતું. બુમરાહે ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરને ખતમ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેણે બેક ટુ બેક ત્રણ વિકેટ ઝડપી હતી. તેમાં સ્ટીવ સ્મિથને ગોલ્ડન ડક પર પેવેલિયન મોકલવાનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ સિરાજ બીજા છેડેથી સારી બોલિંગ કરી શક્યો ન હતો, તેથી કેપ્ટને હર્ષિત રાણાને બોલિંગ સોંપી. તેણે ટ્રેવિસ હેડને આઉટ કરીને ભારતીય ટીમને મોટી સફળતા અપાવી હતી. આ પછી, જ્યારે સિરાજ ફરીથી બીજા સ્પેલમાં આવ્યો, ત્યારે તેણે સાચો છેડો પકડીને બે વિકેટ પોતાના બેગમાં લીધી અને ઓસ્ટ્રેલિયન ટીમને બેક ફૂટ પર ધકેલી દીધી.
 લો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs AUS 1st Test Day- ભારતની પહેલી ઇનિંગ 150માં આટોપાઈ