Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

સુરેશ રૈનાએ જણાવ્યુ - સંન્યાસની જાહેરાત પછી હુ અને માહી ભાઈ ગળે ભેટીને ખૂબ રડ્યા

સુરેશ રૈના
, સોમવાર, 17 ઑગસ્ટ 2020 (16:04 IST)
ટીમ ઈંડિયાના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને સાથી ક્રિકેટર રૈના ખૂબ સારા મિત્રો રહ્યા છે. મેદાન પર અને મેદાનની બહાર બંનેની કેમેસ્ટ્રી ખૂબ સારી રહી છે. ધોનીએ 15 ઓગસ્ટની સાંજે ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યુ તો થોડી મિનિત પછી જ રૈનાએ પણ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી. ધોનીની કપ્તાનીમાં રૈના ટીમ ઈંડિયા માટે પણ રમી ચુક્યા છે અને ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેંચાઈઝી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) માટે પણ રમે છે. રૈનાએ જણાવ્યુ કે રિટાયરમેંટની જાહેરાત પછી તેઓ ધોનીને ગળે ભેટ્યા હતા અને બંને રડ્યા પણ હતા 
 
રૈનાની રિટાયરમેંટ વિશે કોઈએ વિચાર્યું ન હતું, તેણે ફક્ત 33 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. રૈનાએ કહ્યું, 'મને ખબર હતી કે જો ધોની ચેન્નઈ પહોંચ્યા પછી નિવૃત્તિ લેવાની ઘોષણા કરશે, તો હું તેના માટે તૈયાર હતો. હું, પિયુષ ચાવલા, દીપક ચહર, કર્ણ શર્મા ચાર્ટર્ડ પ્લેનથી 14 ઓગસ્ટે રાંચી પહોંચ્યા હતા અને માહી  ભાઈ અને મોનુ સિંહને પિક કર્યા હતા.  જ્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ત્યારે એક ફોટો વાયરલ થયો જેમાં ધોની રૈનાની પાસે ઉભો હતો અને તેની આંખો ભરાઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીની નિવૃત્તિ પણ જુદી નહોતી. રૈનાએ જણાવ્યું કે નિવૃત્તિના નિર્ણય પછી અમે બંને ગળે ભેટ્યા અને ખૂબ રડ્યા.
 
જ્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ત્યારે એક ફોટો વાયરલ થયો જેમાં ધોની રૈનાની પાસે ઉભો હતો અને તેની આંખો ભરાઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીની નિવૃત્તિ પણ જુદી નહોતી. રૈનાએ જણાવ્યું કે નિવૃત્તિના નિર્ણય પછી અમે બંનેએ ગળે ભેટીને ખૂબ રડ્યા.
webdunia
રૈનાએ કહ્યું, 'અમારા સંન્યાસની જાહેરાત કર્યા પછી, અમે બંને ગળે ભેટીને ખૂબ રડ્યા. હું, પિયુષ, અંબાતી રાયડુ, કેદાર જાધવ અને કર્ણ શર્મા સાથે બેઠા હતા અને ત્યારબાદ અમે અમારી કેરિયર  અને મિત્રતા વિશે વાત કરી, અમે તે રાત્રે પાર્ટી પણ કરી. 'રૈનાએ જણાવ્યુ કે બંનેયે  કેમ 15 ઓગસ્ટ જ સંન્યાસ લેવાની તારીખ પસંદ કરી. રૈનાએ કહ્યું કે ધોનીની જર્સીમાં 7 નંબર છે અને 3 નંબર, ભારતે 74 મી સ્વતંત્રતા દિવસની ઉજવણી 15 ઓગસ્ટે કરી હતી, આ રીતે ભારતે આઝાદીના 73 વર્ષ પૂરા કર્યા, તેથી અમે વિચાર્યું કે અમે આ પ્રસંગે નિવૃત્તિ જાહેર કરીશું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિક્ષા, ખાનગી વાહનોના ડ્રાઇવર, મુસાફરો માટે માસ્ક ફરજિયાત