Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sunil Gavaskar Birthday: તો માછીમાર બની જતા ગાવસ્કર, અંકલની સમજદારીથી પરિવારને પરત મળ્યા

Sunil Gavaskar Birthday: તો માછીમાર બની જતા ગાવસ્કર, અંકલની સમજદારીથી પરિવારને પરત મળ્યા
નવી દિલ્હી. , શનિવાર, 10 જુલાઈ 2021 (08:21 IST)
મોર્ડન ક્રિકેટમાં જો સચિન તેંદુલકર  (Sachin Tendulkar) ને ભારતના સૌથી મોટા બેટ્સમેન માનવામાં આવે છે તો જૂના સમયમાં સુનીલ ગાવસ્કર  (Sunil Gavaskar) ને શ્રેષ્ઠ બેટ્સમેનની લિસ્ટમાં સૌથી ઉપર માનવામાં આવે છે. તેમને 22 વર્ષની વયમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ અને પહેલી જ સીરીઝમાં વેસ્ટઈંડિઝ જેવી ઘાકડ ટીમ વિરુદ્ધ 4 ટેસ્ટના 8 દાવમાં 154થી વધુ સરેરાશથી કુલ 774 રન બનાવ્યા હતા. આ સીરીઝમાં ગાવસ્કરે 4 સદી અને ત્રણ હાફ સેંચુરી મારી હતી.  જેમા ડબલ સેંચુરીનો પણ સમાવેશ છે. આ રેકોર્ડ આજે પણ કાયમ છે. ભારતનો કોઈપણ બેટ્સમેન કોઈ એક ટેસ્ટ સીરીઝમાં આટલા રન નથી બનાવી શક્યો. 
 
આજે આ દિગ્ગજ બેટ્સમેનનો 72મો જન્મદિવસ છે. તેઓ 19 જુલાઈ 1949ના રોજ બૉમ્બે(હવે મુંબઈ) ના મેટરનિટી હોમમાં જન્મ્યા હતા. 
 
ગાવસ્કર સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે, જે એકદમ ફિલ્મી છે. કારણ કે જન્મ થવાના થોડા દિવસ પછી જ તેઓ પોતાના પરિવારથી છુટા પડી ગયા હતા.  કારણ કે તેઓ જે મેટરનિટી હોમમાં જન્મ્યા હતા. ત્યા તેમની બીજા બાળક સાથે અદલા-બદલી થઈ ગઈ હતી અને તએ જે મહિલાની પાસે પહોંચ્યા હતા તે લોકો માછીમાર સમાજના હતા.  તેમના કાકાની સમજદારીને કારણે ગાવસ્કર પરિવારને પરત મળ્યા, નહી તો તેમની મમ્મી પણ એ ન સમજી શકતી કે તેમનુ બાળક બદલાય ગયુ છે.  જો મેટરનિટી હોમમાં થયેલી ભૂલ પકડમાં ન આવતી કદાચ ગાવસ્કર ક્રિકેટર નહી માછીમાર હોત.  તેઓ ખુદ એકવાર ગૌરવ કપૂર ના શો બ્રેકફાસ્ટ વિધ ચૈમ્પિયંસ પર મજાકમાં આ વાત કહી ચુક્યા છે. 
 
ગાવસ્કર કાનમાં નાનકડા છિદ્ર સાથે જન્મ્યા હતા 
 
પૂર્વ ભારતીય કપ્તાનના જન્મ સમય અદલા-બદલીની સ્ટોરી રસપ્રદ છે. ગાવસ્કરે ગૌરવ કપૂરના શો પર ખૂબ પહેલા આ સાથે જોડાયેલ સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે હુ જૂહુની પાસે પુરંઘરે મેટરનિટી હોમમાં જન્મ્યો હતો. પહેલા દિવસે મને કાકા જોવા આવ્યા હતા અને તેમને જોયુ કે મારા કાનમાં એક નાનકડુ છિદ્ર છે. મને જોઈને તેઓ જતા રહ્યા અને એક બે દિવસ પછી ફરીથી મને  જોવા મેટરનિટી હોમ આવ્યા. મારા મા ત્યારે જનરલ વોર્ડમાં દાખલ હતી. કાકાએ માતા પાસેથી બાળક લીધુ, પણ તેમને કાન પાસે છિદ્ર ન દેખાયુ તો તેઓ નવાઈ પઆમ્યા. તેમને તરત જ મારી માતાને કહ્યુ કે આ આપણુ બાળક નથી. 
 
ત્યારબાદ મેટરનિટી હોમમાં હંગામો મચી ગયો. તેમને હોસ્પિટલ પ્રબંધનને જણાવ્યુ કે આમારા બાળકના કાનમાં નાનકડુ છિદ્ર હતુ. પણ અમારી પાસે હાલ જે બાળક છે તેના કાનમાં એવુ છિદ્ર નથી ત્યારબાદ બાળકને શોધવાની કાર્યવાહી શરૂ થઈ અને ગાવસ્કર પાસેના જ એક મહિલાના બેડ પર મળ્યા, જે માછીમાર સમુહની હતી. 
 
બર્થ રજિસ્ટરમાં પણ ગાવસ્કરનુ નામ સૌથી પહેલા લખાયુ હતુ 
 
પાછળથી જાણ થઈ કે બાળકોને નવડાવવા દરમિયાન તેમની અદલા-બદલી થઈ ગઈ હતી.  ગાવસ્કરનુ પણ માનવુ છે કે જો આ ભૂલ પકડમાં ન આવતી તો કદાચ તે કંઈક બીજુ કરી રહ્યા હોત.  પણ નસીબમાં કંઈ બીજુ લખ્યુ હતુ.  જે મેટરનિટી હોમમાં ગાવસ્કર 10 જુલાઈના રોજ રાત્રે 8.42 પર જન્મ્યા હતા તેમના બર્થ રજિસ્ટરમાં પણ એ દિવસે લિટલ માસ્ટરનુ નામ સૌથી ઉપર લખ્યુ હતુ. 
 
કદાચ ભગવાને પણ તેમને ઓપનિંગ માટે મોકલ્યા હતા. જ્યારબાદ જે થયુ, તે ઈતિહાસના પેજ પર નોંધાયેલુ છે. ગાવસ્કર ટેસ્ટમાં 10 હજાર રન બનાવનારા પહેલા બેટ્સમેન બન્યા. તેમને પાકિસ્તાન વિરુદ્ધ 1987માં અમદાવાદ ટેસ્ટમાં આ સફળતા મેળવી હતી. તેમણે 16 વર્ષના લાંબા આંતરરાષ્ટ્રીય કેરિયરમાં અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂનું અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, કોઈ ઘર બહાર નીકળશે તો કાર્યવાહી થશે