ટીમ ઈંડિયના નવા નિમાયેલા હેડ કોચ રવિ શાસ્ત્રીનો વાર્ષિક પગાર હવે ચર્ચાનો વિષય બની ગયો છે. સૂત્રોનુ માનીએ તો શાસ્ત્રી કોચના રૂપમાં 7 કરોડથી 7.5 કરોડ રૂપિયા વાર્ષિક કમાણી કરશે. બીસીસીઆઈના એક ટોચના આધિકારીએ જણાવ્યુ કે બીસીસીઆઈ શાસ્ત્રીને 7 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપશે. શાસ્ત્રી પહેલા પૂર્વ ટીમ ઈંડિયાના કોચ રહેલ અનિલ કુંબલે એ મે મહિનામાં આપેલ પોતાનાઅ પ્રેજેંટેશન દરમિયાન પોતાના વેતનના રૂપમાં આટલી જ રકમ માટે કહ્યુ હતુ.
આ અગાઉ જ્યારે ટીમ ઈંડિયાના ડાયરેક્ટર હતા ત્યારે પણ તેમને 7 થી 7.5 કરોડ રૂપિયાનો પગાર મળતો હતો. તેમા શાસ્ત્રીનું એ વળતર પણ સામેલ હતુ જે તેમને મીડિયા કમિટમેંટ્સમાથી હટવાના બદલામાં મળતુ હતુ. આ સૂત્રએ પણ જણાવ્યુ છે કે શાસ્ત્રી સાથે કામ કરનારા કોર સપોર્ટ સ્ટાફ મતલભ બૈટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ કોચને 2 કરોડ રૂપિયા વાર્ષિકથી વધુ નહી મળે.
સૂત્રો અનુસાર કોચિંગ સ્ટાફના અન્ય સભ્ય એટલે કે બેટિંગ અને બોલિંગ કોચને પણ વાર્ષિક ધોરણે 2 કરોડ રૂપિયાથી વધારેનું પેકેજ નહીં મળશે, BCCI ટૂંકમાં જ બેટિંગ અને બોલિંગ કોચની નિમણૂક કરવા પર નિર્ણય કરશે. બેટિંગ કોચ તરીકે સંજય બાંગડ અને બોલિંગ કોચ તરીકે ભરત અરૂણનું નામ સૌથી આગળ છે. જો બૈટિંગ કોચના રૂપમાં સંજય બાંગડ કાયમ રહેશે તો આ તેમની આવકમાં સારુ હાઈક થશે. બીજી બાજુ ભરત અરુણ પણ લગભગ 2 કરોડના પેકેજ પર બોલિંગ કોચના રૂપમાં ટીમ ઈંડિયા સાથે જોડાશે. તે બોલિંગ કોચના રૂપમાં શાસ્ત્રીની પ્રથમ પસંદ છે.
જ્યારે ઇન્ડિયા એ અને દેશની અંડર 19 ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડને તેના પ્રથમ વર્ષે BCCI તરફથી 4.5 કરોડ રૂપિયા અને બીજા વર્ષે 5 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું હતું. ટીમ ઇન્ડિયાના પૂર્વ બોલર ઝહીર ખાનને પણ ટીમ ઇન્ડિયાની સાથે સલાહકાર બોલિંગ કોચ તરીકે નિમણૂક કરવાની વાત ચાલી રહી છે પરંતુ તેના પર અંતિમ નિર્ણય નથી થયો. સૂત્રો અનુસાર ઝહીર ખાનનો પાગર તેના ઉપલબ્ધતા પર આધાર રાખે છે. આ પહેલા ઝહીર ખાને 100 દિવસની સેવાઓ માટે 4 કરોડ રૂપિયાના પેકેજની માગ કરી હતી જે બોર્ડે ફગાવી દીધી હતી.